ગાંધીનગરના કુડાસણમાં રહેતા અને યશ્વી એન્ટરપ્રાઇઝ નામે FMCG પ્રોડક્ટનો ધંધો કરતા શખ્સે અલગ અલગ આઠ વેપારીઓ સાથે ધંધાકીય સંબંધો કેળવી વિશ્વાસ સંપાદન કરી માલ ખરીદીને એક કરોડ 9 લાખથી વધુનું ફુલેકું ફેરવવામાં આવતા ઈન્ફોસિટી પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી વધ
.
અમદાવાદના ચાંદખેડામાં રહેતા તુષારભાઇ દિનેશભાઈ પટેલ અસલાલી ખાતે બાલાજી એન્ટરપ્રાઇઝ નામની એજન્સી થકી કોસ્મેટિક વસ્તુઓનો એટલે કે ડેટોલ સાબુ તથા નવરત્ન તેલ તથા અન્ય પ્રોડક્ટનું વેચાણ કરે છે. વર્ષ 2018 માં કંપનીઓના ઉપરી અધિકારીઓ મારફતે તુષારભાઈની ઓળખાણથી ગાંધીનગરના કુડાસણ ખાતે કમલેશ ભીખાભાઈ પટેલ સાથે સંપર્ક થયો હતો.
એ વખતે કમલેશ પટેલે કહેલ કે, તે અને તેની પત્ની યશ્વી એન્ટરપ્રાઇઝ નામની ફર્મ ચલાવે છે. અમારે વેપાર કરવા માટે માલસામાનની જરૂરીયાત છે. માલસામાન પુરો પાડો તો તમને સમય અંતરે પેમેન્ટ કરી દઇશુ. જેથી તુષાર ભાઈએ વિશ્વાસ રાખીને કમલેશ પટેલને માંગ્યા મુજબ કે FMCG નો માલ સપ્લાય કર્યો હતો.
શરૂઆતના માલનું પેમેન્ટ પણ કમલેશ કરી દેતો હતો. અમે કોઈવાર ચેક રિટર્ન થાય તો બીજો ચેક આપીને પણ પેમેન્ટ આપી દેતો હતો. જેનાં કારણે તુષારભાઈને વિશ્વાસ બેઠો હતો. બાદમાં કમલેશે તુષારભાઈના સંપર્કથી તેમની નીચેના ડીસ્ટીબ્યુટરો સાથે વેપાર શરૂ કરી પેમેન્ટ ની ચુકવણી પણ કરી દેવામાં આવતી હતી. આમ બધા વેપારીઓને કમલેશ ઉપર આવી ગયો હતો.
બાદમાં સપ્ટેમ્બર – 2023 માં કમલેશ ભિખાભાઈ પટેલે રૂ. 29 લાખ 26 હજાર 780 નો માલ સામાન લઈ વાયદાઓ કરે રાખી અલગ અલગ રકમનાં 6 ચેક તુષારભાઈને આપ્યા હતા. જે તમામ ચેક રિટર્ન થયા પછી તુષારભાઈને માલુમ પડેલ કે તેમની સાથોસાથ કમલેશ પટેલે તુલસી એન્ટરપ્રાઇઝ કુકર વાડાના માલીક રાણાભાઈ અભાભાઈ પ્રજાપતિ, હરીઓમ માર્કેટીગ વિસનગરના સંજય પ્રહલાદભાઇ પટેલ, રિષભ સેલ્સ ભિલોડાના વિપુલભાઇ રતનલાલ, શાંન્તિનાથ સેલ્સ તલોદના સંજયભાઈ રસીકભાઈ શાહ, સફલ ડીસ્ટીબ્યુટર હિંમતનગરના સાંકેતભાઈ પટેલ, સિંધ્ધિ વિનાયક ફાર્મા દહેગામના પ્રગ્નેશભાઇ શાહ અને શ્રીગણેશ સેલ્સ ડીસાના સંજયભાઇ ઠક્કર પાસેથી પણ FMCG નો માલ સામાન મેળવી કુલ રૂ. 1 કરોડ 9 લાખથી વધુનું ફુલેકું ફેરવી દેવાયું છે. આ અંગે ઈન્ફોસિટી પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.