Updated: Jan 11th, 2024
image : Freepik
– એસ.ઓ.જી.એ શંકર ટેકરી વિસ્તારમાં દરોડો પાડી 140 ગ્રામના ગાંજા સાથે એક શખ્સને દબોચી લીધો
જામનગર,તા.11 જાન્યુઆરી 2024,ગુરૂવાર
જામનગર શહેરમાં એક રહેણાંક મકાનમાં એસ.ઓ.જી. પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી 410 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.
જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા જામનગર જીલ્લામાં નશીલા પદાર્થના વેપાર ઉપર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે ‘નો ડ્રગ્સ ઇન જામનગર’ અભિયાન અંતર્ગત સ્થાનિક ગુન્હા શોધક શાખાના પોલીસ ઈન્સ્પેકટર બી.એન.ચૌધરી અને પોલીસ સબ ઇન્સ્પેકટર જે.ડી.પરમાર તેમજ એસ.ઓ.જી.ના પી.એસ.આઇ. એલ.એમ.ઝેર સહિતનાઓની ટીમે શહેરના શંકર ટેકરી સુભાષપરા શેરી નં.2 માં આવલાં રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો.
આ દરોડામાં પોલીસને રૂા.4,100ની કિંમતનો ગાંજો મળી આવ્યો હતો. જે ગાંજો રાખી વેંચાણ કરનાર ઇમરાન શેરમામદ નોયડાની ધરપકડ કરી લઇ એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.