સુરત શહેરના ડુમસ વિસ્તારમાં આવેલ આભવા ગામમાં હેરાનગતિની ઘટના સામે આવી છે. લાયા ફળીયામાં રહેતા વૃદ્ધે તેમના જ ફળીયામાં રહેતી મહિલા સાથે સામાન્ય બાબતે થયેલા ઝઘડાને પગલે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.
.
હીનાબેનને જાહેરમાં ગાળો આપીને અપમાનિત કર્યા ડુમસના આભવા ગામના લાયા ફળીયામાં રહેતા 68 વર્ષીય નરેશભાઈ સીમાભાઈ પટેલ અને 49 વર્ષીય હીનાબેન અશોકભાઈ પટેલ વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી થઈ હતી. નરેશભાઈએ હીનાબેનને જાહેરમાં ગાળો આપીને અપમાનિત કર્યા હતા. આ ઝઘડો ત્યાં જ શાંતિ પામ્યો નહોતો અને નરેશભાઈએ પોતાની ઈનોવા કાર લઈને હીનાબેન ઉપર કાર ચલાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.
હીનાબેનના દીકરા અને વહુ સાથે પણ ઝપાઝપી કરી હીનાબેન સાવચેતી રાખતાં બાજુએ ખસી જતા નરેશભાઈએ પોતાની કાર હીનાબેનના ઘરના પગથિયાં ઉપર ચઢાવી દીધી હતી અને ઘરના ગેટ તથા ગ્રીલ સાથે કાર અથડાવતાં નુકસાન થયું હતું. એટલું જ નહીં, કારમાંથી નીચે ઉતરી નરેશભાઈએ હીનાબેનને લાત મારવી સાથે તેમના દીકરા અને વહુ સાથે પણ ઝપાઝપી કરી ઢીક્કામૂકીનો ઢોર માર કર્યો હતો. આ આખી ઘટના બાદ હીનાબેન અશોકભાઈ પટેલે ડુમસ પોલીસ મથકે જઈ નરેશભાઈ સીમાભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમની ફરિયાદના આધારે પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.
CCTVના આધારે તપાસ આગળ વધારી ડુમસ પોલીસના જણાવ્યા મુજબ, પુરાવા અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે. આરોપી નરેશભાઈ પટેલ સામે IPCની કલમ 307 (હત્યાના પ્રયાસ) ઉપરાંત અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.