- Gujarati News
- Local
- Gujarat
- Kutch
- A Representation Was Made To The Collector Regarding The Traffic Problem In Nakhtrana, Demand For A Bypass Or Service Road
કચ્છ (ભુજ )5 મિનિટ પેહલા
- કૉપી લિંક
પશ્ચિમ કચ્છના તાલુકા મથક નખત્રાણા નગરમાં મુખ્ય માર્ગે ટ્રાફિક સમસ્યાથી સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નગરના એસ.ટી માર્ગ ના અડધો કિલોમીટરના અંતરને કાપતા વાહન ચાલકોને ટ્રાફિકના કારણે અડધો કલાકનો સમય લાગી જતો હોવાની ફરિયાદ ગામના જાગૃત નાગરિક દ્વારા ભુજ કલેકટર કચેરી ખાતે સમાહર્તા સમક્ષ કરવામાં આવી હતી. આ સ્થળે ટ્રાફિક નિયમનનું પાલન થાય અને માલવાહક વાહનો માટે બાયપાસ અથવા સર્વિસ રોડ બનાવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી.
ખેતીપ્રધાન નખત્રાણા નગરમાં ભુજ લખપત હાઇવે પસાર થતો હોવાથી