ભુજની ગ્રામ્ય મામલતદાર કચેરીની ઓચિંતી મુલાકાતે ગયેલા જિલ્લા સમાહર્તાએ કચેરી બહાર ખડકાયેલા દબાણો અને રસ્તા મુદ્દે તીખા તેવર બતાવી કચેરીનો મુખ્ય માર્ગથી જોડતો સીધો રસ્તો બનાવવા તાકીદ કરી હતી. ભુજમાં જ્યુબિલી સર્કલથી મુન્દ્રા તરફના માર્ગ પર આવેલી ગ્રામ્
.
કચ્છના કલેક્ટર અમિત અરોરાએ થોડા સમય પહેલા ગ્રામ્ય મામલતદાર કચેરીની ઓચિંતી મુલાકાત લીધી હતી. તેઓ કચેરીની બહાર ખડકાઇ ગયેલા દબાણો અને કચેરીમાં જવા માટેના રસ્તાને લઇને તીખા તેવર બતાવ્યા હતા. સૂત્રોના કહેવા મુજબ જે-તે વખતે કલેક્ટરે સ્થાનિક જવાબદાર અધિકારીઓને રીતસરના ખખડાવી નાખ્યા હતા અને કહ્યું હતું કે, ‘શિક્ષિત લોકોને કચેરી નથી મળતી તો અભણ લોકોને કેવી રીતે મળશે ?.’ તેમણે કચેરી બહાર ખડકાયેલા દબાણો દૂર કરી મુખ્ય માર્ગ પરથી કચેરીને જોડતો સીધો માર્ગ બનાવવા માટે તાકીદ કરી હતી. ગ્રામ્ય મામલતદાર કચેરીમાં હાલે જયાં સબ રજિસ્ટ્રાર કચેરી અને જનસેવા કેન્દ્ર કાર્યરત છે ત્યાંથી સીધો પૂર્વ તરફ મુખ્ય માર્ગને જોડતો રસ્તો બનાવાશે.
આગામી ટુંક સમયમાં દબાણ હટાવાય તેવી શક્યતા સૂત્રોનું માનીએ તો કલેક્ટરે કચેરીની મુલાકાત લીધી તેને લાંબો સમય થવા આવ્યો છે તેમ છતાં હજુ સુધી દબાણો હટ્યા નથી કે, કચેરીને મુખ્ય માર્ગથી જોડતો રસ્તો બન્યો નથી. જો કે, આગામી ટુંક સમયમાં કચેરીની પૂર્વ તરફના તમામ દબાણો હટાવી મુખ્ય માર્ગથી કચેરીને જોડતો રસ્તો બનાવાય તેવી શક્યતા છે.
વળાંક લઇને અંદર જતા રસ્તાના કારણે ટ્રાફિક સૂત્રોના કહેવા મુજબ વળાંક વાળા રસ્તાના કારણે અહીં દરરોજ ટ્રાફિકની પણ સમસ્યા રહે છે. શહેરમાં મોટાભાગની કચેરીઓના રસ્તા મુખ્ય માર્ગથી જોડતા સીધા છે, જેથી આ કચેરીનો રસ્તો પણ સીધો બનાવાશે, જેના કારણે ટ્રાફિક સમસ્યાનો ઉકેલ આવશે.