અમદાવાદ, શુક્રવાર
નરોડામાં યુવકે પોતે કુવારો હોવાની વાત કરીને વર્ષ પહેલા પરણીત મહિલાને પ્રેમજાળમાં ફસાવી હતી અને મૈત્રી કરાર કર્યો હતો ત્યારબાદ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. જો કે પ્રેમિકાએ ફોેન ચેક કરતાં પત્નીને મેસેજ જોતો પ્રેમી પરણીત હોવાનો ભાંડો ફૂટયો હતો, જેથી મહિલાએ લગ્નની વાત કરતો ઇન્કાર કરીને મૈત્રી કરાર કર્યો છે માટે સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો જેના પ્રેમિકાએ વિરોધ કરતાં સંબંધ તોડી નાંખ્યો હતો. નરોડા પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
નરોડામાં મૈત્રી કરાર કરી પ્રેમિકાએ પત્નીને છૂટાછેડા આપી લગ્ન કરવાની વાત કરી તો ઇન્કાર કરીને મૈત્રી કરાર કર્યા માટે મારી સાથે સંબંધ રાખવા દબાણનો પ્રેમિકાએ વિરોધ કરતા સંબંધ તોડયો
નરોડામાં પરિવાર સાથે રહેતી ૨૫ વર્ષીય મહિલાએ વિસ્તારમાં રહેતા યુવક સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે મહિલા પરિણીત છે તેને દોઢ વર્ષનો એક પુત્ર છે. મહિલાને તેના જ વિસ્તારમાં રહેતા આશિક નામના યુવક સાથે એક વર્ષ પહેલા મુલાકાત થઇ હતી.ત્યારબાદ બન્ને વચ્ચે મિત્રતા થઇ હતી અને સમય જતાં પ્રેમ સંબંધ બંધાયો હતો. જ્યારે યુવકે પોતે પણ કુવારો હોવાની વાત કરીને મહિલા સાથે મૈત્રી કરાર કર્યો હતો.
પ્રેમજાળમાં ફસાવીને એક વર્ષ સુધી મહિલા સાથે અવાર નવાર દુષ્કર્મ આચર્યુ હતું. બીજીતરફ એક દિવસ પ્રેેમિકાએ તેનો મોબાઇલ ચેક કરતાં યુવકની પત્નીના મેસેજ જોયા હતા. મહિલાએ લગ્ન કરવાની વાત કરી તો યુવકે લગ્નનો ઇન્કાર કરી દીધો હતો અને મૈત્રી કરાર કર્યો હોવાથી સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. જેને લઇને મહિલાએ તેની સાથે સંબંધ રાખવાની ના પાડતાં તેણે મહિલા સાથે સંબંધ તોડી નાખ્યો હતો અને લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આ ઘટના અંગે નરાડો પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.