ચાણસ્મા તાલુકાના કારોડા ગામ નજીક ટ્રેલર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બાઈક પર સવાર દંપતીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. જ્યારે તેમની દીકરી ગંભીર રીતે ઘાયલ થઈ છે.
.
આ અંગે મળતી વિગત મુજબ આ પરિવાર બહુચરાજીથી પરત આવી રહ્યો હતો. ત્યારે ચાણસ્માના કારોડા ગામ નજીક તેમની બાઈકને ટ્રેલરે અડફેટે લીધું હતું. જેથી ગંભીરઈજા પહોંચતા પતિ-પત્નીનું ઘટના સ્થળે જ મોત થયું છે. જ્યારે તેમની પુત્રીને ગંભીર ઈજા પહોંચી છે. મૃતક દંપતીની ઓળખ પાટણના ચાચરિયા વિસ્તારના રહેવાસી અર્જુન મોદી અને તેમના પત્ની ચંદાબેન અર્જુન મોદી તરીકે થઈ છે. તેમની ઘાયલ દીકરી દેવાસીને 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ ગમખ્વાર અકસ્માતની જાણ થતાં આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્રિત થયા હતા. પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.