ગોધરા7 મિનિટ પેહલા
- કૉપી લિંક
- નર્સરીમા મેથીની ભાજી, કોબીજ, ફલાવર, મરચાંની કરાતી ખેતી
પંચમહાલના ઓરવાડાના સૂર્યાબેન પટેલે દાહોદના સદગુરુ ફાઉન્ડેશનના માર્ગદર્શનથી પોલી હાઉસ નર્સરી બનાવી હતી. ત્યાર બાદ મહિલા દ્વારા નર્સરીમા મેથીની ભાજી, કોબીજ, ફલાવર, મરચા સહિતની ખેતી કરવામાં આવી રહી છે. પોલી હાઉસ નર્સરીમાં શાકભાજી અને ફૂલોની ખેતી કરી તૈયાર પાકને બજારમાં વેચાણ કરીને રોજગારી મેળવી રહી છે. સૂર્યાબેને વધુમાં જણવ્યું હતું કે પોલી હાઉસ નર્સરીની ખેતીમાં મને સફળતા મળી રહી છે. અને આજે તે મારુ આવકનું માધ્યમ બનેલ છે.