જૂનાગઢના દુબળી પ્લોટ વિસ્તારના માધવ એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં 22 વર્ષીય યુવકે ગળે ફાંસોખાઈ આત્મહત્યા કરી હતી. માણાવદર તાલુકાના સમયગાળા ગામના ખુશાલ રમેશ મારુ નામના યુવકને એક પરિણીતા સાથે પ્રેમસંબંધ હોય બન્ને વચ્ચે અવારનવાર ઝગડા થતાં હતા. જેથી આ પગલુ ભ
.
જૂનાગઢ શહેરમાં છેલ્લા એક મહિનામાં પ્રેમ પ્રકરણમાં હોટલમાં જ આત્મહત્યાના બે બનાવો બન્યા હતા. થોડા દિવસો પહેલા જ સત્યમ હોટલમાં એક પરિણીત મહિલાએ ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. જે બાદ વૈભવ ફાટક નજીકની હોટલમાં કોયાલીના યુવકે ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું હતું. ત્યારે આ બનાવને હજુ તો મહિનો પણ પૂરો નથી થયો, ત્યા હવા દુબળી પ્લોટના માધવ એપાર્ટમેન્ટમાં એક 22 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.
ડીવાયએસપી હિતેશ ધાંધલીયાએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રિના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દુબળી પ્લોટમાં 22 વર્ષીય ખુશાલ મારું નામના યુવાને ઘરે ફાંસોખાય આત્મહત્યા કરી હતી. આ બાબત પોલીસના ધ્યાનમાં આવતા એ ડિવિઝન પોલીસ દ્વારા તાત્કાલિક અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસને જે પ્રાથમિક હકીકત મળી છે તે મુજબ આ યુવાનને જૂનાગઢની એક પરિણીત યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. જેને લઈ યુવક અને પરિણીતા અવારનવાર મળતા હતી. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થતો હતો. મૃતક ખુશાલ અને યુવતી વચ્ચે થયેલી વાતચીતની ચેટ પણ પોલીસને મળી આવી છે. હાલ પોલીસ દ્વારા આ દિશામાં યુવકના મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.
વધુમાં જણાવ્યું કે, છેલ્લા એક મહિનામાં આત્મહત્યાનો આ ત્રીજો બનાવ બન્યો છે. અગાઉ બસ સ્ટેન્ડ નજીક આવેલી સત્યમ હોટલમાં એક પરિણીત મહિલા અને થોડા દિવસો બાદ વૈભવ હોટલમાં એક યુવાને ઝેરી દવા પી આત્મહત્યા કરવામાં આવી હતી.
ખાસ કરીને વાલીઓને યુવાનોને અપીલ છે કે, જીવન ખૂબ જ અમૂલ્ય છે. ક્ષણિક આવેગના કારણે ઊભા થતા સંજોગના કારણે અઘટીત પગલું ભરવાથી પરિવારને આજીવન માટેનું દુઃખ રહી જાય છે. જ્યારે પરિવારના કોઈ સભ્યો દ્વારા આ પગલું ભરાતા તે પરિવારનો માળો વેરવિખેર થાય છે. તેવા સંજોગોમાં કોઈપણ વ્યક્તિ આવી પરિસ્થિતિમાં હોય ત્યારે તેને પોતાના સ્વજનોની મદદ મળી રહે તે ખૂબ જરૂરી છે. યુવા પેઢીએ અમૂલ્ય જીવન કોઈ અગમ્ય પગલું ભરી વેડફવું જોઈએ નહીં.