મહેસાણાના આંબલિયાસણ સ્ટેશનના રેલવે ઓવર બ્રિજ પર એકાદ મહિના પૂર્વે બાલિયાસણના યુવકનું ચાઇનીઝ દોરી ગળાના ભાગે વાગતાં યુવકના મોત બાદ ચકચાર મચી હતી. જોકે બે દિવસ પૂર્વે આંબલિયાસણ સ્ટેશનનો યુવક પણ દોરીથી ઘવાતાં ગળાના ભાગે ઈજાઓ થતાં 10 ટાકા આવ્યા હતા.
.
આંબલિયાસણ સ્ટેશન પર આવેલ યોગેશ્વર સોસાયટીમાં રહેતો યુવક જોશી મિતેષ ભાસરિયા નજીક આવેલ ખાનગી કંપનીમાં નોકરી કરે છે, ત્યારે બે દિવસ પૂર્વે બપોરના સમયે બાઈક લઈને પોતાના ઘરે આવી રહ્યો હતો ત્યારે આંબલિયાસણ સ્ટેશનના રેલ્વે ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ઓવરબ્રિજ પર રહેલ દોરી ગળાના ભાગે વીંટાતાં ઈજાઓ થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો, જેમાં ગળામાં ભાગે ઘા જણાઈ આવતાં 10 જેટલા ટાંકા લેવામાં આવ્યા હતા, આમ ઉત્તરાયણ પૂર્વે દોરથી ઘાયલ થવાના બનાવો બનતા વાહન ચાલકોમાં ચિંતાનો વિષય બન્યો છે. ચાઇનિઝ દોરીનું વેચાણ કરતાં અને ખરીદી કરતાં સામે સ્થાનિકોએ રોષ ઠાલવતાં જણાવ્યુ હતુ કે આવી લોકો સામે પગલાં લેવા જોઇએ.