વડોદરાના ગોત્રી વિસ્તારમાં યુવકે સગીરાની છેડતી કરી હતી. આરોપી રામવીર બ્રજમોહન ગૌતમ (રહે કન્ધરતલા નૌબસ્તા, માલ લખનઉ ઉત્તરપ્રદેશ) તા-30/03/2025ના રોજ સગીરા ફુલ રેકેટ રમતી હતી, તે વખતે રમતા રમતા સગીરાની કોણી આરોપીને અડી જતા આરોપીએ તેનો હાથ મચેડીને જાતીય
.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ફરાર આરોપીઓને દબોચવા માટે વિશેષ પ્રયત્નો કરવામાં આવે છે. તાજેતરમાં માનવ તસ્કરી જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલો ફરાર આરોપી વકિલ અહમદ ઉર્ફે વિક્કી રઇશ અહમદ (રહે. ધરમપુરા, દ્વારકા, દિલ્હી)ની ભાળ મેળવવા માટેની તપાસ હાથમાં લેવામાં આવી હતી. આરોપી પોતાની ધરપકડ ટાળવા માટે ફરાર રહેતો હતો. ક્રાઇમ બ્રાન્ચે આરોપીનું વોરંટ મેળવ્યું હતું. તે બાદ આરોપી પાસે પાસપોર્ટ હોવાથી તે વિદેશ ભાગી ના જાય તે માટે તેના વિરૂદ્ધ LOC કઢાવવામાં આવી હતી.
જે બાદ આરોપી બેંકોક જવા માટે મુંબઇ એરપોર્ટ પર પહોંચ્યો હતો. જોકે, તેના વિરૂદ્ધ LOC ઇશ્યુ કરવામાં આવી હોવાથી તેને તુરંત ડિટેઇન કરી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ આ અંગે વડોદરા ક્રાઇમ બ્રાન્ચને જાણ કરવામાં આવતા તેઓ તુરંત મુંબઇ પહોંચ્યા હતા અને તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. બાદમાં આરોપીને હસ્તગત કરીને વડોદરા લાવવામાં આવ્યો છે અને વિવિધ પાસાઓને ધ્યાને રાખીને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આરોપી વકિલ અહમદ ઉર્ફે વિક્કી રઇશ અહમદ (રહે ધરમપુરા, દ્વારકા, દિલ્હી) વિદેશમાં નોકરી માટેનું વોટ્સએપ ગ્રુપ ચલાવતો હતો. જેમાં ફરિયાદીને વિએતનામમાં નોકરીની તક હોવાનું જણાવીને વિશ્વમોહિની કોમ્પલેક્ષ ખાતે બોલાવીને તેની પાસેથી વિઝા પ્રોસેસીંગ ફીના નામે રૂ. 1.50 લાખ પડાવવામાં આવ્યા હતા. ત્યારબાદ યુનિક એમ્પ્લોયમેન્ટ સર્વિસના એમડી મનીષ હિંગુએ વિએતનામમાં ડેલ્ટા કંપનીમાં કોમ્પ્યુટર ઓપરેટરની નોકરી હોવાનો ઓફર લેટર આપ્યો હતો.
જે મેળવીને ફરિયાદી ત્યાં ગયા હતા. તે બાદ ક્રિષ્ણા પાઠકે જણાવ્યું કે, ઓફર લેટરવાળી જગ્યાએ નોકરી બંધ થઇ ગઇ છે. તે બાદ તેની વિક્કી નામના એજન્ટ સાથે મુલાકાત કરાવવામાં આવી હતી. તેણે સારી નોકરીના ઝાંસામાં લઇને વિએતનામથી કંબોડિયા લઇ ગયો હતો. ત્યાં જઇને ફરિયાદીનો પાસપોર્ટ લઇ લેવામાં આવ્યો હતો. અને નામ વગરની કંપનીમાં ચેટ પ્રોસેસ જે નોર્મલ ચેટ કરતા અલગ હતી, તે કરવા દબાણ કર્યું હતું. તેમાં યેનકેન પ્રકારે લોકોને ફોસલાવીને બેંક એકાઉન્ટ હેક કરવાના હતા.
જો કે ફરિયાદીને આ કામમાં રસ નહીં હોવાના કારણે તેણે ના પાડ઼ી દીધી હતી. જેમાં કંપનાના ચાઇનીઝ અધિકારીએ તેની જોડેથી રૂ. 2820 ડોલર માંગ્યા હતા. અને જો નહિં આપે તો 2 હજાર ડોલરમાં અન્ય કંપનીને વેચી દેવાની ધમકી આપવામાં આવી હતી. સાથે જ ફરિયાદીનો પાસપોર્ટ લઇ લેવામાં આવ્યો હતો. ફરિયાદીનો ટોર્ચર કરતા તેને ત્રણ દિવસ જમવાનું આપ્યું નહોતું અને 34 દિવસ સુધી એક રૂમમાં ગોંધી રાખવામાં આવ્યો હતો. બાદમાં ભારત સરકારે મામલે દરમિયાનગીરી કરીને આખુંય કૌભાંડ ઉજાગર કર્યું હતું અને ફસાયેલા લોકોને ધીરે-ધીરે સ્વદેશ પરત લાવવામાં આવ્યા હતા.