ત્રાગડના વિધવા મહિલાને ન્યાય આપતા આધાર હાઉસિંગ ફાઇનાન્સની અપીલને એડમિશન સ્ટેજ એટલે કે દાખલ કરવાના તબક્કે જ રદ કરી અને જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન અમદાવાદ ગ્રામ્યના હુકમને યથાવત રાખી ચાર અઠવાડિયામાં અમલ કરવા હુકમ કર્યો છે.
.
ગ્રાહક તકરાર નિવારણ કમિશનનો હુકમ ગ્રાહક સુરક્ષા ગ્રાહક સત્યાગ્રહ ગ્રાહક ક્રાંતિના પ્રમુખ સુચિત્રા પાલ જણાવે છે કે સ્ટેટ કમિશન ગુજરાત કોર્ટ નંબર 1 ના નામદાર પ્રમુખ એ. જે. શાસ્ત્રી તથા સભ્ય ડોક્ટર જે. જી. મેકવાન દ્વારા તારીખ 15-10-2024 ના રોજ ત્રાગડના વિધવા મહિલાને ન્યાય આપતા આધાર હાઉસિંગ ફાઇનાન્સની અપીલને એડમિશન સ્ટેજ એટલે કે દાખલ કરવાના તબક્કે જ રદ કરી અને જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન અમદાવાદ ગ્રામ્યના હુકમને યથાવત રાખી ચાર અઠવાડિયામાં અમલ કરવા હુકમ કર્યો છે.
લોનની રકમ નવ ટકા વ્યાજ સાથે ફરિયાદી મહિલાને ચૂકવી આપવા હુકમ
અમદાવાદ ગ્રાહક તકરાર નિવારણ કમિશન ગ્રામ્યના પ્રેસિડેન્ટ એ બી પંચાલ મેમ્બર વી એમ સોલંકી અને ડી એમ સોની દ્વારા કરેલ હુકમ નીચે પ્રમાણે છે. નરેશભાઈ રાઠોડના અવસાન થયા તારીખ 9-7-2020 બાદ આધાર હાઉસિંગ ફાઇનાન્સ દ્વારા વસૂલ કરવામાં આવેલ ઇએમઆઇની રકમ વાર્ષિક 9 ટકા વ્યાજ સાથે ઓર્ડર થયેલ તારીખ 30-7-2024થી 30 દિવસની અંદર ચૂકવી આપવા હુકમ કર્યો છે. વીમા કંપની પ્રિમેરિકા લાઇફ ઇન્શ્યોરન્સ એ તારીખ 9-7-2020 ના રોજની સ્થિતિ મુજબની બાકી રહેતી લોનની રકમ નવ ટકા વ્યાજ સાથે ફરિયાદી મહિલાને ઓર્ડર થયેલ તારીખથી 30 દિવસના સમય સુધીમાં ચૂકવી આપવા હુકમ કર્યો છે.
ઓર્ડર થયેલ તારીખથી 30 દિવસમાં ચૂકવી આપવા હુકમ કર્યો
આધાર હાઉસિંગ ફાઇનાન્સ કંપનીએ ફરિયાદી વિધવા મહિલાને ₹15,000 માનસિક ત્રાસ અને લીગલ ખર્ચ પેટે ઓર્ડર થયેલ તારીખથી 30 દિવસમાં ચૂકવી આપવા હુકમ કર્યો છે. આધાર હાઉસિંગ ફાઇનાન્સ તથા પ્રેમેરિકા લાઇફ ઇન્શ્યોરન્સ વિરુદ્ધ ડેફીસીયન્સી ઇન સર્વિસ તથા અનફ્રેડ ટ્રેડ પ્રેક્ટિસ સાબિત માની ફરિયાદી વિધવા મહિલા ગ્રાહકની તરફેણમાં જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ગ્રામ્ય કમિશન દ્વારા ચુકાદો આપવામાં આવેલ ગ્રાહક સુરક્ષા ગ્રાહક સત્યાગ્રહ ગ્રાહક ક્રાંતિ ફાઉન્ડેશનના પ્રમુખ સુચિત્ર પાલ દ્વારા આધાર હાઉસિંગ ફાઇનાન્સ તથા પ્રિમેરિકા લાઇફ ઇન્શ્યોરન્સ કંપની વિરુદ્ધ ડિસ્ટ્રીક કમિશનમાં રજૂઆત તથા પુરાવા સાહિત્યની દલીલો રજૂ કરવામાં આવી છે.