દિવ્ય ભાસ્કરે 23 એપ્રિલ 2022ના દિવસે જ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો
રાજ્યમાં આવેલી અનેક સરકારી કચેરીઓ, બોર્ડ, નિગમો અને સરકારી ઉપક્રમની કંપનીઓમાં ભ્રષ્ટાચાર અટકે, બિનકાર્યક્ષમ કર્મચારીઓને દૂર કરી શકાય, ગેરરીતિ ઓછી થાય આવા અનેક સુધારાઓ સરકારને કરવા છે. જો કે આ સુધારાઓ કરવા માટે એક મોટી બાબત એ આવે છે કે જે કર્મચારી વિ
.
ભાસ્કરે 2 વર્ષ પહેલા જ કહ્યું હતુ કે ગેરરીતી અટકાવવા શું થશે દિવ્ય ભાસ્કરે 23 એપ્રિલ 2022ના દિવસે જ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો કે કૌભાંડો ખૂલતા ગેરરીતિઓ રોકવા પંચાયતોમાં કૌભાંડો થતા હવે નાણા વિભાગના કર્મચારીઓ મુકાશે.
આ થશે ફાયદોઃ વહીવટમાં પારદર્શિતા આવશે નાણા વિભાગના કર્મચારીઓ મૂકવામા આવતા દરેક જૂના હિસાબો અને વર્તમાન થતી કાર્યવાહીની ખામીઓ અંગે કર્મચારીઓ સીધા નાણા વિભાગને રીપોર્ટ કરશે. આ કારણે જૂના દબાયેલા કૌભાંડો અને હાલમાં પણ એ જ પધ્ધતિએ થતા કૌભાંડો ખુલવા લાગશે. આ ડર અને પારદર્શિતાને કારણે પણ કૌભાંડો થતા અટકાવી શકાશે.
કૌભાંડોને કારણે પરિવર્તન લાવવા વિચારણા { અમદાવાદ જિલ્લા પંચાયતમાં 7 કરોડનું કૌભાંડ બહાર આવ્યું હતું જેમાં 3 કર્મચારી સસ્પેન્ડ થયા હતા. { તાલાલા ગીરમાં કોન્ટ્રાક્ટ પરના હિસાબી કર્મચારીએ પોતાનું નામ શિક્ષકોની પગાર યાદીમાં નાખી 1.48 કરોડનું કૌભાંડ કર્યુ, તપાસ થતા આપઘાત.