માળીયા (મી) તાલુકાના મોટા દહીસરા ગામ પાસે નવલખી રોડ ઉપર બાલાજી હોટલની પાછળના ભાગમાં આવેલ શ્રીજી શિપિંગના પ્લોટમાંથી લોખંડના બે ટન સળિયાની ચોરી કરવામાં આવી હતી. જે બનાવો સંદર્ભે હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઇ છે. જેના આધારે પોલીસ
.
મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ સદાશિવ ગેસ્ટ હાઉસ ખાતે રહેતા અને શ્રીજી શિપિંગમાં નોકરી કરતા આરીફભાઈ શબ્બીરઅહેમદ ચૌધરી (37)એ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રવીણભાઈ રામજીભાઈ કંઝારીયાની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેને જણાવ્યું છે કે, મોરબીના નવલખી રોડ ઉપર આવેલ મોટા દહીસરા ગામ પાસે બાલાજી હોટલની પાછળના ભાગમાં શ્રીજી શીપિંગના પ્લોટમાં અલગ અલગ સાઈઝના લોખંડના સળિયા કાપીને રાખવામાં આવ્યા હતા.
જે બે ટન વજનના લોખંડના સળિયાની ચોરી કરવામાં આવી હતી. જેથી કરીને 95 હજાર રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવા અંગેની માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે આરોપી પ્રવીણભાઈ રામજીભાઈ કંઝારીયા (37) ધંધો સેન્ટીંગ કામ રહે. ધુવાવ તાલુકો જામનગર વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ચોરીમાં ગયેલ સળિયા ઉપરાંત એક છોટા હાથી નંબર જીજે 20 એક્સ 5192 જેની કિંમત એક લાખ આમ કુલ મળીને 1.95 લાખના મુદ્દામાલ સાથે પોલીસે આરોપીને પકડીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.