રાજકોટની 13 અને 16 વર્ષની 2 બહેનોએ એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી ટ્રેકિંગ કરી પોતાનું અદમ્ય સાહસ બતાવ્યું છે. શિક્ષિક માતા અને તેમની બન્ને પુત્રીઓ રાજકોટથી ટ્રેકિંગ કેમ્પમાં નેપાળના કાઠમંડુ પહોંચ્યા હતા. જ્યાં માતા કેરોલ ખખ્ખરે 2600 મીટર તો તેમની 13 વર્ષની
.
મને ટ્રેકિંગનો ખૂબ જ શોખ છે. જિયાના ખખ્ખરે જણાવ્યું હતું કે, હું 16 વર્ષની છું અને પ્રીમિયર સ્કૂલમાં અભ્યાસ કરું છું. મને પુસ્તકો વાંચવા બહુ ગમે છે. આ ઉપરાંત બેડમિન્ટન અને બાસ્કેટબોલ રમવું પણ ગમે છે. આ સાથે જ કવિતાઓ પણ લખું છું. મારું અને મારી બહેનનું NGO છે. જેનું નામ કીડ્ઝ ક્લબ છે. મને ટ્રેકિંગનો ખૂબ જ શોખ છે. જેથી અમે અહીં નેપાળ આવ્યા છીએ. અમે ઘણા બધા ગામડાઓમાંથી પસાર થઈને અહીં પહોંચ્યા છીએ. જે જમીનથી 4900 મીટર ઉપર છે. જે એવરેસ્ટ બેઝ કેમ્પથી 400 મીટર દૂર છે. શરૂઆતમાં ટ્રેકિંગમાં ખૂબ જ મુશ્કેલી પડી પરંતુ બાદમાં કોઈ તકલીફ પડી ન હતી.
બન્ને બહેનો તેમની માતા સાથે
રોજ 7 કિલોમીટરનું ટ્રેકિંગ કરતી જેમની નાની બહેન 13 વર્ષની કેરીન ખખ્ખરે જણાવ્યું હતું કે, ધોરણ 8માં રાજકોટની સેન્ટ પોલ સ્કૂલમાં અભ્યાસ કરું છું. મને ડ્રોઈંગ, સાયક્લિંગ, પિયાનો અને રાયફલ શૂટિંગ કરવું ખૂબ જ ગમે છે. મને ટ્રેકિંગ ખૂબ ગમતું હોવાથી નેપાળના કાઠમંડુમાં આવ્યા છીએ. જ્યારે તેમનાં માતા અને સેન્ટ પોલ સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા કેરોલ ખખ્ખરે 2600 મીટર સુધી ટ્રેકિંગ કર્યું હતું. માતા અને બન્ને દીકરીઓને ટ્રેકિંગ દરમિયાન અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. 5364 મીટરે એવરેસ્ટ બેઝ કેમ્પ આવે છે. પરંતુ તેનાથી 334 મીટર પહેલાં સુધી એટલે કે 5030 મીટર સુધી રાજકોટની બન્ને બહેનોએ સફળતાપૂર્વક ટ્રેકિંગ કર્યું હતું. જે દરમિયાન દરરોજ 7 કિલોમીટરનુ ટ્રેકિંગ તેઓ કરતા હતા.
કેરીન ખખ્ખર
ડાયટિંગમાં બન્ને બહેનો શું લેતી હતી? એવરેસ્ટ બેઝ કેમ્પમાં ટ્રેકિંગમાં જવા માટે બંને બહેનોએ એક માસ પહેલા જ ડાયટિંગ શરૂ કરી દીધું હતું. 26 ઓક્ટોબરથી 9 નવેમ્બર સુધીના પ્રવાસમાં 29 ઓક્ટોબરથી 7 નવેમ્બર સુધી બંને બહેનોએ ટ્રેકિંગ કર્યું હતું. જે માટે એક મહિના પહેલા શરૂ કરાયેલા ડાયેટિંગમાં અંજીર, અખરોટ, બદામ જેવા ડ્રાયફ્રૂટ ઉપરાંત ફળોની સાથે જુવાર અને બાજરાની રોટલી ગ્રહણ કરવાનું શરૂ કર્યું હતું. નાઈટ ફૂડમાં ખીચડી ગ્રહણ કરતા હતા. નાની વયે સાહસિક પ્રવૃત્તિઓ કરવાની તેમની આ ઉત્સુકતા અન્ય યુવક-યુવતીઓને પ્રેરણા પૂરી પાડી રહ્યાં છે.
માતા સાથે બન્ને બહેનો
મારો રેકોર્ડ લેહ-લદાખના યનામ સુધી 6111 મીટર સુધીનો ટ્રેનર તનુ શર્માએ જણાવ્યું હતું કે, હું અને પંકજ મહેતા બંને મળીને મુંબઈમાં ટેપ લાઇફ કંપની ચલાવીએ છીએ અને તે હેઠળ માઉન્ટેન ટ્રેકિંગ કરાવીએ છીએ. જેમાં નેપાળમાં એવરેસ્ટ ઉપરાંત અન્નપૂર્ણા બેઝ કેમ્પ લઈ જઈએ છીએ. આ સાથે જ ભારતમાં ઉત્તરાખંડમાં આવેલા નંદી કુંડ અને ઓમ પર્વત તેમજ પંચ કેદાર પણ ટ્રેકિંગ માટે લઈ જવામાં આવે છે. છેલ્લાં 15 વર્ષથી ટ્રેકિંગ કરાવીએ છીએ અને તેમાં મોટાભાગે ઇન્ટરનેશનલ સાહસિકો ટ્રેકિંગ માટે આવતા હોય છે. મારો રેકોર્ડ લેહ-લદાખના યનામ સુધી 6111 મીટર સુધીનો છે. આ ઉપરાંત એવરેસ્ટ બેઝ કેમ્પથી ઉપર આવેલા કાલા પથ્થર સુધી પણ પહોંચી છું.