રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના આદેશ બાદ અમરેલી જિલ્લામાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા 113થી વધુ લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે. રાજુલા શહેરના ઓમનગર વિસ્તારમાં સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં થયેલા દબાણ અંગે પોલીસને અરજી મળી હતી. નગરપાલિકા મારફતે તપાસ કરતા ભર
.
પોલીસની પૂછપરછમાં બંને આરોપીઓએ દબાણ કર્યાની કબૂલાત કરી હતી. પોલીસ બુલડોઝર ફેરવે તે પહેલાં જ બંનેએ સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવાની તૈયારી બતાવી હતી. પોલીસે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કરાવ્યું હતું.
સાવરકુંડલા એ.એસ.એસ.પી. વલય વૈદ્યએ જણાવ્યું કે, જયરાજભાઈ વાળા સામે અમરેલી સહિત વિવિધ જિલ્લાઓમાં આર્મ્સ એક્ટ, ખંડણી, પ્રોહિબિશન સહિત કુલ 29 ગંભીર ગુના નોંધાયેલા છે. તેમણે લોકોને અપીલ કરી છે કે, અસામાજિક તત્વોના દબાણ અંગે પોલીસને જાણ કરે.

