અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શુક્રવારે મળેલી સામાન્ય સભામાં વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણ દ્વારા ટીપી રોડ ખોલવા ગેરકાયદેસર બાંધકામમાં ચોક્કસ વિસ્તારોને ટાર્ગેટ કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે શનિવારે સવારથી જ મ્યુનિસિપલ કોર
.
ગોમતીપુર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રીડીપીનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત રોડ પહોળો કરવા માટે રસ્તામાં આવતા બાંધકામોને દૂર કરવામાં આવનાર છે. જે અંતર્ગત ગોમતીપુર હાથીખાઇથી લઈને ચારતોડા કબ્રસ્તાન થઈ સરસપુર તરફના રોડ ઉપર 100 દુકાનો અને મકાનો સહિતની મિલકતો તોડવામાં આવનાર છે. આજે શનિવારે સવારથી જ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ગોમતીપુર ચારતોડા કબ્રસ્તાન પાસે આવેલા 10થી વધુ બાંધકામો તોડવાની કાર્યવાહી થઈ રહી છે. રોડ પહોળો કરવાની કામગીરી અંતર્ગત આ બાંધકામો તોડવામાં આવી રહ્યા છે.


