Ahmedabad Police : અમદાવાદ શહેરમાં પોલીસની દાદાગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. વીડિયોમાં જોવા મળ્યું હતું કે, પોલીસે ફરજ દરમિયાન કોઈ અજાણ્યા શખ્સો સાથે ગંભીર રીતે અસભ્યપૂર્વક વર્તન કર્યું હતું. પીસીઆર ઇન્ચાર્જ અને અન્ય પોલીસ જવાન દ્વારા બે શખ્સો સાથે અગમ્ય કારણોસર બબાલ થઈ હતી. સમગ્ર મામલે અમદાવાદ પોલીસે ASI વિરૂદ્ધમાં કાર્યવાહી કરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ASIને સસ્પેન્ડ કરાયા
અમદાવાદ પોલીસનું ફરી એક વખત વિવાદાસ્પદ વર્તન સામે આવ્યું હતું. જેમાં અમદાવાદ પોલીસનો દાદાગીરી કરતો વીડિયો વાઈરલ થયો હતો. જેમાં પોલીસે ફરજ દરમિયાન કોઈ અજાણ્યા શખ્સો સાથે ગંભીર રીતે અસભ્યપૂર્વક વર્તન કરીને ઝપાઝપી કરી હતી.
આ ઘટના દરમિયાન ASI વાહનચાલક શખ્સને કહે છે કે, ‘રિવોલ્વરથી ગોળી મારી દઈશ.’ આ ઉપરાંત, પોલીસે વાહનચાલકને અપશબ્દો પણ બોલી હોવાને લઈને વીડિયોમાં જોવા મળે છે. ભોગ બનનારા યુવકે સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. જ્યારે વીડિયો વાઈરલ થતાં અમદાવાદ પોલીસે ASI ભરતને સસ્પેન્ડ કરી દીધા હતા.