અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા અધિકારીઓ ફરિયાદ અથવા રજૂઆત કરવા માટે આવેલા નાગરિકો સાથે ઉદ્ભવતાઈભર્યું વર્તન કરશે તો તેની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં ચેરમેન દેવાંગદાણી દ્વારા આવા અધિકારીઓ-કર્મચારીઓની ફ
.
કર્મચારીઓ અને અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહીની સૂચના મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરી, ઝોનલ ઓફિસે, હેલ્થ, એસ્ટેટ, સહિત વિભાગીય કચેરીઓ તેમજ સિવિક સેન્ટરોમાં વિવિધ પ્રકારની ફરિયાદો કરવા અને રજૂઆતો કરવા માટે જતા નાગિરકો સાથે કેટલાક કર્મચારીઓ અને અધિકારીઓ ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા હોવાની ફરિયાદો મળતા હવે તેઓ વિરુદ્ધ કાર્યવાહીની સૂચના આપવામાં આવી છે.
સ્કૂલ બોર્ડના શિક્ષકોને કામે લગાડવામાં આવશે વધુમાં જણાવ્યું હતું કે, ભૂગર્ભ જળસ્તર ઉંચા લવવા માટે પરકોલેટિંગ વેલ બનાવવામાં વધુને વધુ સોસાયટીઓ જોડાય તે માટે જાગૃતિ લાવવા અને સમજાવવા વેકેશન દરમિયાન સ્કૂલ બોર્ડના શિક્ષકોને કામે લગાડવામાં આવશે. શહેરમાં અત્યાર સુધીમાં 1.30 લાખ જેટલા વૃક્ષોની ગણતરી થઇ છે. શહેરમાં અંદાજે 70 લાખ જેટલાં વૃક્ષો હોવાની શક્યતાને પગલે એજન્સી દ્વારા વધુ કર્મચારીઓ કામ પર રાખી વૃક્ષોની ગણતરીમાં ઝડપ લાવવા સૂચના આપવામાં આવી છે.