હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ સંલગ્ન કાયદાની લો કોલેજોમાં ચાલુ વર્ષે 10 જેટલી સેલ્ફ ફાયનાન્સ લૉ કોલેજો ને બીસીઆઈની માન્યતા મળતા આ કોલેજોમાં જીકાસ પોર્ટલ મારફત પ્રવેશની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે.જ્યારે ચાલુ વર્ષે પાંચ જેટલી ગ્રા
.
મળતી માહિતી અનુસાર યુનિવર્સિટી સંલગ્ન 15 થી વધુ સેલ્ફ ફાયનાન્સ અને ગ્રાન્ટેડ લો કોલેજો આવેલી છે. જેમાં ચાલુ વર્ષે બીસીઆઈ દ્વારા કોલેજોના ઈન્સ્પેકશન અને અન્ય વહીવટી બાબતોને લઈને 5 જેટલી ગ્રાન્ટેડ કોલેજોની પ્રવેશની મંજુરી ન આપવામાં આવતા હજુ સુધી આ કોલેજોમાં મંજૂરીની પ્રક્રિયા શરૂ થઈ શકતી નથી. જ્યારે યુનિવર્સિટી સંલગ્ન 10 જેટલી સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં બીસીઆઈ ની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય આ કોલેજમાં યુનિવર્સિટી દ્વારા પ્રવેશની પ્રક્રિયા શરૂ કરવા મંજૂરી આપવામાં આવી હોય આ કૉલેજમાં પ્રવેશની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે .
યુનિવર્સિટી સંલગ્ન 5 જેટલી ગ્રાન્ટેડ કૉલેજો આવેલી છે .જેમાં પાટણ ,મહેસાણા, ઊંઝા,હિંમતનગર અને મોડાસા કોલેજનો સમાવેશ થાય છે. આ કોલેજો ગ્રાન્ટેડ હોવાથી વિદ્યાર્થીઓ ઓછી ફીમાં અભ્યાસ કરી શકે છે પરંતુ બીસીઆઈ અને કોલેજો વચ્ચેની આંટીઘુટીના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ આ ગ્રાન્ટેડ કોલેજમાં અભ્યાસથી વંચિત રહી ગયા છે.
પાટણ કોલેજ કેમ્પસમાં આવેલી એમ.એ.ન લો કોલેજમાં સેમેસ્ટર એક માં હજુ સુધી પ્રવેશની પ્રક્રિયાની મંજૂરી ન મળવાના કારણે થઈ શકી નથી. આ કોલેજ ગ્રાન્ટેડ હોય વિદ્યાર્થીઓની ફ્રી 2400 છે .જ્યારે વિદ્યાર્થિનીઓની ફ્રી માત્ર રૂ. 1500 છે પરંતુ ગ્રાન્ટેડ કોલેજમાં પ્રવેશની પ્રક્રિયા અટકી પડી હોય વિદ્યાર્થીઓ ના છુટકે હવે ખાનગી લૉ કોલેજોમાં પ્રવેશ લઈને ઉંચી ફી ચૂકવી રહ્યા છે .જેના કારણે વિદ્યાર્થીઓ ને ખૂબ મોટું આર્થિક નુકશાન થઈ રહ્યું છે.