સુરત શહેરમાંથી ગુજરાત ATS અને ક્રાઈમ બ્રાન્ચે મળીને બોગસ વેપન લાયસન્સ કૌભાંડનો મોટો ખુલાસો થયો છે. આ વચ્ચે તપાસમાં જાણવા મળ્યું છે કે, સુરતના પ્રખ્યાત ગજાનન ગન હાઉસમાંથી બોગસ લાયસન્સના આધારે અત્યાર સુધીમાં કુલ 51 હથિયારો ઈશ્યૂ કરવામાં આવ્યા હતા. આ મા
.
બોગસ દસ્તાવેજોના આધારે લાયસન્સ તૈયાર કરાતું આ કૌભાંડમાં ચોંકાવનારી વાચ એ પણ છે કે, લાયસન્સ મેળવનાર વ્યક્તિઓ ક્યારેય નાગાલેન્ડ ગયા જ નહોતા. માત્ર નકલી સરનામા અને દસ્તાવેજોના આધારે તેમને લાયસન્સ અપાયા હતા. પોલીસે હાલ આવા ત્રણ લોકોની ધરપકડ કરી છે સાથે બોગસ લાયસન્સના આદારે હથિયાર આપનાર ગજાનન ગન હાઉસના માલિકની પણ ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર હરિયાણાનો આસિફ હોવાનું સામે આવ્યું છે. જે લોકો પાસેથી દસ્તાવેજો એકઠા કરીને નાગાલેન્ડના બોગસ લાયસન્સ તૈયાર કરાવી તેમને હથિયાર આપતો હતો. આ ગેંગ એવા લોકોને ટાર્ગેટ કરતી હતી જેને વ્યક્તિગત સુરક્ષા માટે અથવા શોબાજી કરવા હથિયારની જરૂર હતી અને નિયમ પ્રમાણે લાયસન્સ મેળવવા યોગ્ય ના હોય, આવા લોકો આસિફના સંપર્કમાં આવતા હતા. ત્યાર બાદ તેમની પાસેથી આધાર કાર્ડ, પાન કાર્ડ સહિતના તમામ દસ્તાવેજો કુરિયરના માધ્યમથી મગાવવામાં આવતા હતા.
એક લાયસન્સનો ખર્ચ 8થી 10 લાખ રૂપિયા વસૂલાતો કામરેજના સેલાભાઈ બોડિયા અને હરિયાણાનો આસિફ પોતાના નેટવર્ક મારફતે નાગાલેન્ડમાં રહેણાંકના નકલી પુરાવા બનાવી તેમનું ઓલ ઇન્ડિયા પરમિટવાળું બોગસ લાયસન્સ તૈયાર કરાવતો હતો. એક લાયસન્સ બનાવવાની કિંમત અંદાજે 8થી 10 લાખ સુધી વસૂલવામાં આવતી હતી. લાયસન્સ તૈયાર થયા બાદ કુરિયરના માધ્યમથી સુરત મોકલવામાં આવતું હતું.
નકલી લાયસન્સ ધરાવનારા સુરત સહિત અનેક જિલ્લાના લોકો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, લાયસન્સ મેળવનારામાં સુરત ઉપરાંત આણંદ, વડોદરા, જૂનાગઢ, જામનગર, મોરબી, અમદાવાદ સહિત 14 લોકો સામેલ છે. ચોંકાવનારી વાત એ છે કે, આમાંથી મોટાભાગના લોકોએ ક્યારેય નાગાલેન્ડ ગયા નથી.

ગજાનન ગન હાઉસમાંથી હથિયાર અને કારતૂસ જપ્ત સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા ગજાનન ગન હાઉસના માલિક અતુલકુમાર ચિમનભાઈ પટેલે નાગાલેન્ડના બોગસ લાયસન્સના આધારે કુલ 51 હથિયાર વેચ્યા હોવાનું કબૂલ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે તેની પાસેથી 20 પ્રકારની રિવોલ્વર, પિસ્તોલ અને ડબલ બેરલ ગન સહિત કુલ 93 કારતૂસ જપ્ત કર્યા છે.

પૈસા દિલ્હી અથવા નોઈડાના આંગડિયા મારફતે મોકલાતા સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે, આસિફ લોકો પાસેથી દસ્તાવેજો મંગાવી તેમને લાયસન્સ બનાવી આપતો હતો અને આ માટે 10 લાખ સુધીની લાંચ વસૂલતો હતો. પૈસા દિલ્હી અથવા નોઈડાના આંગડિયા મારફતે મોકલાતા હતા. આ ગેંગ સાથે નાગાલેન્ડના કેટલાક સરકારી કર્મચારીઓની સંડોવણી પણ હોવાની શક્યતા છે. પોલીસ આ દિશામાં પણ તપાસ કરી રહી છે.

કેટલાક હથિયારના નંબર સરકારી વેબસાઈટ પર રજિસ્ટર્ડ સુરત ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ ચાર ટીમ બનાવી છે જેમાંથી એક ટીમ નાગાલેન્ડ મોકલવામાં આવી છે. જેથી તપાસ કરી શકાય કે, આ બોગસ લાયસન્સ કયા પ્રકારની પ્રક્રિયા દ્વારા તૈયાર કરાતા હતા. સાથે સાથે હથિયારના યુનિક નંબર અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. કારણ કે, કેટલાક હથિયારના નંબર સરકારી વેબસાઈટ પર રજિસ્ટર્ડ જોવા મળ્યા હતા.

જુના લાયસન્સમાં રીટેનર તરીકે નામ ચલાવતા આ કેસમાં આરોપીઓ જુના હથિયાર લાયસન્સમાં રીટેનર તરીકે અન્યના નામ ઉમેરતા હતા અને તેના આધારે સુરતમાં હથિયાર વેચાણ કરતા હતા. સુરત સહિત સમગ્ર રાજ્યમાં આવા બોગસ લાયસન્સના આધારે હથિયાર ખરીદનારાઓ માટે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે.

ATSએ 6 હથિયાર, 135 રાઉન્ડ સાથે 7 આરોપી ઝડપ્યા બહારના રાજ્યોમાંથી બોગસ હથિયારના લાયસન્સ થકી હથિયાર મેળવતી ગેંગને ATS એ ઝડપી હતી. આ ગેંગના કુલ સાત આરોપી સેલા બોડિયા, વિશાલ પંડ્યા, અર્જુન અલગોતાર, ધૈર્ય ઝારીવાલા, સદમ હુસૈન, બ્રિજેશ મહેતા અને મુકેશ પાસેથી 6 હથિયાર અને 135 રાઉન્ડ કબ્જે કરવામાં આવ્યા હતા. આરોપીઓ ગુજરાતમાંથી લાયસન્સ ન મળી શકે તેવા લોકોને હરિયાણા લઈ જઇને અન્ય રાજ્યોમાંથી હથિયાર અને લાયસન્સ અપાવતા હતા. આ કેસમાં જોડાયેલા 108 આરોપીઓની તપાસ કરવામાં આવી રહી છે. સમગ્ર અહેવાલ વાંચો…

સુરેન્દ્રનગરમાં 17 શખ્સો પાસેથી 25 હથિયાર જપ્ત સુરેન્દ્રનગર એસઓજી પોલીસે 17 શખ્સો પાસેથી ₹26.21 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ તમામ શખસો મણિપુર અને નાગાલેન્ડમાંથી શંકાસ્પદ રીતે હથિયારના લાયસન્સ મેળવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 5 પિસ્તોલ, 12 રિવોલ્વર, 8 બારબોર અને 216 કારતૂસ જપ્ત કર્યા હતા. સમગ્ર અહેવાલ વાંચો…