નારોલમાં ઈન્સ્ટાગ્રામ મારફતે મહિલાને એક યુવક સાથે મિત્રતા થઈ હતી. જે બાદ મહિલાએ પોસ્ટ કરેલા વીડિયો અને ફોટા મેળવી લઈને મોર્ફ કરીને વાઇરલ કરી લગ્ન તોડાવી નાખવા તથા સમાજમાં બદનામ કરી નાખવાની ધમકી આપીને મહિલા પાસેથી રૂ.70 હજારની માંગણી કરી હતી. એટલુ જ ન
.
તું મને રૂ.70 હજાર નહીં આપે તો, તારા છુટાછેડા કરાવી દઈશ નારોલમાં 33 વર્ષીય મહિલા તેના પતિ સહિતના પરિવાર સાથે રહે છે અને ઘરકામ કરે છે. મહિલા ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવવાનો શોખ હોવાથી તે અવાર નવાર રીલ્સ બનાવીને પોસ્ટ કરતી હતી. ત્યારે વર્ષ 2022માં સંજયસિંહ પરમાર નામના વ્યક્તિની રીકવેસ્ટ આવી હતી. જે મહિલાએ એક્સેપ્ટ કરતા બંને વચ્ચે મિત્રતા થઈ હતી. જે બાદ સંજયસિંહે પોતાના હાથ તથા શરીર પર બ્લેડના ઘા મારીને મહિલાને મોકલ્યા હતા અને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ પણ કરી હતી. એટલુ જ નહીં મહિલાને બ્લેક મેલ કરવા લાગ્યો હતો કે, તું મને રૂ.70 હજાર નહીં આપે તો, તારા છુટાછેડા કરાવી દઈશ. જેથી મહિલાએ તેના પતિને જાણ કરતા પતિએ સંજયસિંહ સાથે વાત કરી ત્યારે તેણે ધમકી આપી હતી કે, તારી પત્નીને બદનામ કરી નાખીશ અને ફોટાઓ વહેતા કરી દઈશ. એટલુ જ નહીં તમારુ લગ્ન જીવન પણ તોડાવી દઈશ.
જે બાદ સંજયસિંહે મહિલાના પતિનું ફેક એકાઉન્ટ બનાવીને મહિલાના મોર્ફ કરેલા ફોટાઓ વાયરલ કર્યા હતા અને મહિલાને જો તું મારી નહીં બને તો તને કોઈની નહીં રહેવા દઉં એવી ધમકી આપતો હતો. કંટાળીને મહિલાએ નારોલ પોલીસ સ્ટેશનમાં સંજયસિંહ પરમાર સામે ફરિયાદ નોધાવી છે.