સુરતના વરાછા વિસ્તારમાં રહેતી યુવતીની સગાઈ પાંચ મહિના પહેલા મહીસાગરના યુવક સાથે થઈ હતી. જોકે દોઢ મહિના પહેલા બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ બંને ફરીથી સાથે વાતચીત કરતા હતા. આ દરમિયાન મંગેતર મહીસાગરથી સુરત આવ્યો હતો અને મંગેતરની આડા સંબંધની આશંકાના
.
સંજય પગી બે દિવસથી યુવતી સાથે તથા તેના પરિવાર સાથે સગાઈ નકકી થઈ હોવાને કારણે તેના ઘરમાં જ રહેતો હતો. યુવતીના કાકા તેની બહેન તથા તેના પિતા હત્યા બની તે વખતે ડાયમંડ યુનિટમા કામે ગયા હતા. તેથી સંજયે ચૂપચાપ વર્ષાની હત્યા કરીને ભાગી ગયો હતો. આડા સબંધની શંકામા બોલાચાલી થતા સંજયે વર્ષાનુ ઢીમ ઢાળી દીધુ હતુ. દરમિયાન પોલીસે સંજય મહીસાગર ભાગે તે પહેલા જ તેને વરાછા પોલીસે પકડી પાડયો છે. તેને આજે વરાછા પોલીસ સ્ટેશને લાવવામા આવ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વરાછા પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ શહેરના વરાછા વિસ્તારમાં અર્ચના સ્કૂલ પાસે આવેલી હરિધામ સોસાયટીમાં રહેતા વિશિયાભાઈ જીવાભાઈ ગુદાની 23 વર્ષીય દીકરી વર્ષાની સગાઈ પાંચ મહિના પહેલા મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વડા ગામ જેતપુર ખાતે રહેતા રત્નકલાકાર સંજય રયજીભાઈ પગી સાથે થઈ હતી. સગાઈ દોઢ મહિના પહેલા સંજય અને વર્ષા વચ્ચે બોલાચાલી થઈ હતી. જોકે ત્યારબાદ બંને વચ્ચે સમાધાન થઈ ગયું હતું અને બંને ફરીથી વાતચીત કરતા હતા.
ગત 25 ડિસેમ્બર 2024ના રોજ સંજય વર્ષાના ઘરે આવ્યો હતો અને બે દિવસ માટે રોકવા આવ્યો હોવાનું જણાવ્યું હતું. આ દરમિયાન ગતરોજ ગુરુવારે સાંજે ૬:૩૦ થી રાત્રે ૮:૩૦ વાગ્યાના સમયગાળા દરમિયાન સંજયએ વર્ષાના ભાઈ ક્રિષ્નાને જણાવ્યું હતું કે વર્ષાને મજા નથી જેથી હું તેની રૂમમાં તેની પાસે પાસે બેસું છે તેમ કહીને તેની પાસે બેસવા ગયો હતો. જોકે બાદમાં અચાનક જ વર્ષા પર જીવલેણ હુમલો કર્યો હતો. વર્ષાને ગળામાં તિક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી ઘા મારી તેની ઘાતકી હત્યા કરી નાંખી હતી. ત્યારબાદ ભાગી ગયો હતો.
વરાછા પોલીસે આરોપીને મહીસાગરના જંગલમાંથી પકડી લાવી છે. હત્યા બાદ તે મોબાઇલ ફોન ઘરમાં જ ફેંકીને પલાયન થઇ ગયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તે લકઝરી બસમા બેસ્યો ત્યારે તેની ટિકીટ ચેક કરતા તે તેના રાજસ્થાન તરફ ભાગ્યો હોવાની વિગત જાણવા મળતા તેને પકડી પાડવા ચક્રોગતિમાન કરવામાં આવ્યા હતા. સંજય મહીસાગરના જંગલમાં સંતાયો હતો. જેથી વરાછા પોલીસે તેને જંગલમાંથી ઝડપી પાડી સુરત લઈ આવી હતી. આ સાથે વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
યુવતીના અગાઉ બે વિવાહ થઇ ચૂક્યા હતા આ મામલે મરનાર યુવતી વર્ષાના અગાઉ બે વિવાહ થઇ ગયા હોવાની વિગત પોલીસે જણાવી હતી. દરમિયાન તે ડાયમંડમા કામ કરતી હોવાની વિગત જાણવા મળી છે. વર્ષાના સંજય સાથે આ ત્રીજી વખતના લગ્ન થવાના હતા. અગાઉના પતિ થકી તેણીને 2 વર્ષનું સંતાન પણ છે.