શહેરમાં હજુ પણ ઠેર ઠેર રોડની ગુણવત્તા, ફૂટપાથની ગુણવત્તા પેવરની કામગીરી અયોગ્ય થઇ હોવા મામલે મ્યુનિ. કમિશનરે રિવ્યૂ બેઠકમાં ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ એવી પણ ચીમકી ઉચ્ચારી હતી કે, સોમવાર સુધીમાં આ કામગીરી યોગ્ય કરો નહીં તો પછી ઇજનેર અધિકારીઓને નોકરી ગુમાવવી પડશે. જો આ રીતે કામગીરી થાય તો આવા ઇજનેરોની મ્યુનિ.ને જરૂર નથી. રિવ્યૂ બેઠકમાં મ્યુનિ. કમિશનર સમક્ષ થલતેજ અને બોડકદેવ વિસ્તારના કેટલાક ફૂટપાથ – રસ્તાના ફોટો રજૂ થતાં આ જોઇને તેમણે ઇજનેર વિભાગના અધિકારીઓની કામગીરી બાબતે ભારે નારાજગી દર્શાવી હતી. કોમર્શિયલ અને રેસિડેન્શિયલ એકમો નજીક ફૂટપાથની હાલત દયનીય જોવા મળી હતી. મ્યુનિ. કમિશનરે આઇ.આર. વિભાગને આવા ઇજનેરોને તત્કાલ દૂર કરવા સૂચન કરી દીધું હતું. તેમણે કહ્યું કે, મને એજ સમજાતું નથી કે ઇજનેરો પાસે કઇ રીતે કામ લેવું એઆઇએમઆઇએમના કોર્પોરેટર જૈનમબેન શેખે મેયર તરફ પોતાના પત્રો ફેંકતાં કહ્યું કે મક્તમપુરામાં છેલ્લા 4 વર્ષથી અમે લોકોના પ્રશ્નો માટે સતત પત્રો લખી રહ્યાં છીએ, પરંતુ અમારાં કામ થતાં નથી, અમે પ્રજાની મુશ્કેલીઓના પત્રો લખીએ છીએ લવલેટર નથી લખતાં. તેમ કહેતા જ મેયરે બોર્ડની કાર્યવાહીને પૂર્ણ જાહેર કરી હતી. તૂટેલા રોડની કામગીરી માટે ‘તારીખ પે તારીખ’
વિરોધ પક્ષના નેતા શહેજાદખાન પઠાણે વિરોધ નોંધવતા કહ્યું કે, વરસાદમાં તૂટેલા રોડ રિપેર કરવામાં મ્યુનિ.ના અધિકારીઓ માત્ર વાયદા આપી રહ્યા છે. પહેલા નવરાત્રી પહેલા રોડ રિપેર થઈ જશે ત્યાર બાદ દિવાળી પછી દેવ દિવાળી બસ આ રીતે એક પછી એક તારીખો જ જાહેર કરવામાં આવી રહી છે. કોઈ નક્કર કામગીરી કરવામાં આવી રહી નથી.
Source link