નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલા તળાવના પાછળના ભાગે ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેથી ત્યાના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ મૃતદેહની જાણ તરત જ પોલીસને કરી હતી.
.
ટાઉન પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને ફાયર વિભાગની મદદથી મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યો હતો. લાશને બહાર કાઢતા પ્રાથમિક તપાસમાં મૃતદેહ મહિલાનો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે, આ મહિલા અંદાજે 12 થી 15 દિવસ પહેલા તળાવમાં ડૂબી હોવાનું તારણ છે.
મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મૃતદેહને નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે. મૃતક મહિલાની હત્યા થઈ છે કે આત્મહત્યા કરી છે કે અકસ્માતે ડૂબી છે તે અંગે નવસારી ટાઉન પોલીસ મથકના PSI સી.એસ. ઠુમ્મર તપાસ કરી રહ્યા છે. હાલ તો અકસ્માતે મોતની પ્રાથમિક નોંધ કરી તપાસ શરૂ કરવામાં આવી છે.