અમદાવાદ1 કલાક પેહલા
- કૉપી લિંક
આ આકાશી નજારો ધંધુકામાં ક્ષત્રિયોના ‘અસ્મિતા’ મહાસંમેલનનો છે. અહીં પરસોત્તમ રુપાલાના વિરોધમાં ક્ષત્રિયોનો જનસૈલાબ ઉમટ્યો છે. આકાશી નજારામાં ક્ષત્રિય સમાજના આબાલવૃદ્ધ સૌ કોઈ દેખાઈ રહ્યા છે. રૂપાલાના વાણીવિલાસથી જેમનું માન ઘવાયું છે…તેવી ક્ષત્રાણીઓ એક હરોળમાં બેઠેલી જોવા મળી રહી છે અને ક્ષત્રિય સમાજના ભાઈઓ પણ બીજી હરોળ બેસેલા દેખાઈ રહ્યા છે. એક અંદાજ મુજબ અહીં 5 હજારથી વધુ ક્ષત્રિયો ઉમટ્યા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સ્ટેજ પરથી ભાષણ આપી રહ્યા છે અને ક્ષત્રિયો ખૂબ ધ્યાનપૂર્વક તેમને સાંભળી રહ્યા છે. દ્રશ્યોમાં મહાસંમેલન માટે ચુસ્ત આયોજન કરાયું હોય તેમ પ્રતિત થાય છે…એટલું જ નહીં એક તરફ ક્ષત્રિયોની ભારે ભીડ જોવા મળી રહી છે તો બીજી તરફ ક્ષત્રિયો જે વાહનોમાં આવ્યા છે…તેવા વાહનો પણ મોટી સંખ્યામાં પાર્કિંગમાં પાર્ક કરેલા દેખાઈ રહ્યા છે… એકંદરે આ બધું રૂપાલાના રજવાડા…રોટી અને બેટીના બફાટનું જ આ પરિણામ છે…