રાજકોટના કોઠારીયા રોડ પર મેહુલનગરમાં રહેતાં જસુબેન લાખાભાઈ ડાવેરા (ઉ.વ.80) પોતાના ઘરમાં મચ્છર હોવાથી ધુમાડો કરવા તેમણે કોથળો સળગાવ્યો હતો. જોકે આ કોથળાની આગમાં અચાનક મોટો ભડકો થતાં તેઓ દાઝી ગયા હતા અને તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતક જસ
.
રાજકોટમાં રણુજા મંદિર પાછળ કોઠારીયા મેઇન રોડ પર સોમનાથ પાર્ક શેરી નંબર 6માં રહેતા અશોકભાઈ રવજીભાઈ રાઠોડ (ઉ.વ 65) દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે તેમની મેરેજ એનિવર્સરી હોય જેથી પરિવારના સભ્યો બહાર હોટલમાં જમવાનું નક્કી કર્યું હતું અને 9 વાગ્યા આસપાસ પોતાનું બાઈક લઈ પત્ની સાથે ગોંડલ રોડ પર પાઇનવીટા હોટલમાં જમવા માટે નીકળ્યા હતા. દરમિયાન કોઠારીયા મેઇન રોડ પર આનંદનગર મેઇન રોડ પાસે રણછોડદાસ બાપુ આશ્રમ RMC કોમ્યુનિટી હોલ પાસે પહોંચતા ડબલ સવારીમાં ધસી આવેલ શખ્સોએ મહિલાના ગળામાં ઝોંટ મારી તેમણે પહેરેલ સોનાનો ચેન અને પેન્ડલ આંચકી લીધું હતું. જેથી ફરિયાદીએ બાઇક સાઈડમાં ઊભું રાખ્યું હતું અને તુરંત જ મોટી દીકરીને ફોન કર્યો હતો અને ત્યારબાદ તેઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે આવ્યા હતા જેમાં બાઈક પર આવેલા બે અજાણ્યા શખસોએ મહિલાના ગળામાં ઝોંટ મારી રૂ.40,000ની કિંમતનો સોનાનો ચેઇન અને રૂ.7,000ની કિંમતનું પેન્ડલ આંચકી ગયા હોવાનું જણાવ્યું હતું. પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોઠડા ગામ નજીક રહેતો અર્જુન લાલજી મકવાણા (ઉ.વ.18) તેના અન્ય બે મીત્રો સાથે લોઠડા ગામ નજીક આવેલ તળાવમાં ન્હાવા માટે ગયેલ હતા. તળાવમાં ત્રણેય યુવાનો ન્હાવા પડયા બાદ ઉંડા પાણીમાં ગરકાવ થયા હતા દરમ્યાન સ્થાનિકોને જાણ થતા તાત્કાલીક ફાયરબ્રિગેડને જાણ કરી હતી જેથી ફાયરબ્રિગેડની ટીમે બે યુવાનોને બચાવીને બહાર કાઢયા હતા જયારે અર્જુન મકવાણા ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતા તેનો મૃતદેહ હાથ લાગ્યો હતો. બનાવની જાણ થતા આજીડેમ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને સિવિલ હોસ્પિટલે ખસેડી તપાસ હાથ ધરી હતી.
રાજકોટના કરણપરા વિસ્તારમાં આવેલ વિશાલ એપાર્ટમેન્ટમાં રહેતાં જગદીશભાઇ રાજેન્દ્રભાઇ જોગી (ઉ.વ.46)એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇ તા.13ના રોજ હોળીનો તહેવાર પુર્ણ કરી તેઓની માતા બગસરા ખાતે રહેતા હોય જેથી ધુળેટીનો તહેવાર કરવા માટે સાંજના સમયે પરિવાર સાથે ગયા હતાં. દરમ્યાન બપોરના સમયે રાજકોટમાં તેમના ફ્લેટની ઉપરના માળે રહેતા મોહિતભાઇ સોનીએ ફોન કરી જાણ કરી હતી કે, તમારા ફ્લેટના દરવાજાનો નકુચો તુટેલ છે અને દરવાજો ખુલ્લો છે. આ પછી અમીનમાર્ગ પર રહેતાં નાના ભાઈ રાકેશભાઈને ફોન કરી તાત્કાલિક ઘરે પહોંચવા જણાવ્યું હતું અને તેઓ પણ બગસરાથી પરીવાર સાથે રાજકોટ આવ્યા હતાં. જઇને જોયું તો ઘરનો નકુચો તુટેલ હાલતમાં ઘરની અંદર ખુરશી ઉપર પડ્યો હતો. ધંધાના રોકડા રૂપીયા ઘરે મુકવા માટે આપેલ તે રોકડા રૂ.1.35 લાખ જે કાળા કલરના પર્સમાં રાખેલ હતા અને છોકરાઓના બચતના રોકડા રૂ.1.90 લાખ જે ગ્રે કલરના પર્સમા મુકેલ હતા. આ બન્ને પર્સ તેની પત્નીએ ઘરમાં બાળકોના બેડરૂમના દીવાલમાં મારબલના બનાવેલ ખુલ્લા કબાટમાં કપડાની નીચે મુકેલ હતા. જેમાંથી કાળા કલરનું રૂપીયા સાહિતનું પર્સ ગાયબ હતું અને ગ્રે કલરના પર્સમાંથી રૂપીયા ગાયબ હતાં. જેથી કોઈ અજાણ્યાં શખ્સો ફલેટના મુખ્ય દરવાજાનો નકુચો તોડી ચોરી કરવાના ઇરાદે ઘરમા પ્રવેશ કરી રોકડા રૂ.3.25 લાખની ચોરી કરી નાસી છૂટ્યા હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી એ. ડિવિઝન પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી હતી.