Ahmedabad Crime: અમદાવાદમાં
કાયદો અને
વ્યવસ્થા જળવાઇ
રહે અને
માથાભારે તત્ત્વો કાબુમાં
રહે તે
માટે પોલીસ
કમિશનર દ્વારા
પાસા અને
તડીપારની કાર્યવાહી
કરવામાં આવી
રહી છે.
પરંતુ, પોલીસ વિભાગના
કેટલાંક ભ્રષ્ટ કર્મચારીઓ
પાસાની સજાના
નામે તોડબાજી
કરતા થયા
છે. ચાંદખેડા
પોલીસ સ્ટેશનમાં
એક આરોપી
વિરૂદ્ધ દારૂનો
કેસ થતા
પોલીસ કોન્સ્ટેબલે કોર્ટમાં
રજૂ કરવા
અને પાસાની
સજા નહીં
કરવાના બદલામાં
રૂપિયા 5.30 લાખની
માંગણી કરી
હતી. જો
કે, ફરિયાદીએ
બે લાખ
આપવાનું નક્કી
કરીને એસીબીમાં
ફરિયાદ કરી
હતી. એસીબીએ
છટકું ગોઠવીને
કોન્સ્ટેબલના વહીવટદારને
રૂપિયા બે
લાખની લાંચ
લેતા ઝડપી
લીધો હતો.
જ્યારે એસીબી
ટ્રેપની શંકા
જતા કોન્સ્ટેબલ
ફરાર થઈ ગયો
હતો.
કોન્સ્ટેબલ નાસી
જવામાં સફળ
ચાંદખેડામાં વિદેશી
દારૂનો ધંધો
કરતા એક
બુટલેગર વિરૂદ્ધ
ચાંદખેડા પોલીસ
મથકે પ્રોહિબિશનનો
ગુનો નોંધાયો
હતો. જે
ગુનામાં બુટલેગરને
વોન્ટેડ બતાવવામા
આવ્યો હતો.
આ કેસની
તપાસ પોલીસ
કોન્સ્ટેબલ રજનીશ
શ્રીમાળીને સોપવામાં
આવી હતી.
થોડા દિવસ
પહેલા રજનીશ
શ્રીમાળી બુટલેગરને
મળીને તેને
ગુનામાં પોલીસ
સ્ટેશનમાં હાજર
કરવા અને
તેના વિરૂદ્ધ
અગાઉ અન્ય ગુના
નોંધાયા હોવાથી
તેને પાસાની
સજા થઇ
શકે તેમ કરીને
ધમકાવીને પાસાની
સજા ન
કરવાના બદલામાં
તેણે 5.30 લાખ
રૂપિયાની લાંચ
માંગી હતી.
જો કે, બુટલેગર
પાસે બે
લાખની વ્યવસ્થા
થઇ શકે
તેમ હોવાથી
કોન્સ્ટેબલ રજનીશ
શ્રીમાળીએ લાંચના
નાણાં આપવા
માટે બુધવારે
ન્યુ સીજી
રોડ ચાંદખેડામાં
આવેલા કાન્હા
રેસ્ટોરન્ટ પર
બોલાવ્યો હતો.
જો કે
આરોપીએ આ
અંગે એસીબીમાં જાણ
કરતા અધિકારીઓ
દ્વારા છટકું
ગોઠવવામાં આવ્યું
હતું. પરંતુ,કોન્સ્ટેબલે
આ લાંચના
નાણાં તેના
વતી વહીવટ
કરતા ખાનગી
માણસ મિતુલ
ગોહીલ ( ચાંદખેડા)ને
આપવાનું કહ્યું
હતું અને
મીતુલે નાણાં
લીધા ત્યારે
કોન્સ્ટેબલને એસીબીની
ટ્રેપની શંકા
જતા ત્યાંથી
ફરાર થઇ
ગયો હતો.
આ સમગ્ર
મામલે એસીબીએ
મીતુલ ગોહીલની
ધરપકડ કરીને
ફરાર કોન્સ્ટેબલની
શોધખોળ શરૂ
કરી છે.
એસીબી ચાંદખેડા
પોલીસ અધિકારીની
પૂછપરછ કરશે
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પોલીસ
સ્ટેશનના કોન્સ્ટેબલ
લેવલના માણસ
દ્વારા એક
સાથે સાડા
પાંચ લાખ
જેટલી લાંચ
માંગવામાં આવે
ત્યારે પોલીસ
સ્ટેશનના જવાબદાર
અધિકારીઓની સંડોવણી
શક્યતા નકારી
શકાય તેમ
નથી. જેથી
આ મામલે
એસીબી આરોપી
પોલીસ કોન્સ્ટેબલના
કોલ ડીટેઇલ
રેકોર્ડ સહિતના
અન્ય પુરાવા
પણ તપાસ
કરશે અને
આ મામલે
અન્ય જવાબદાર
અધિકારીની સંડોવણી
સામે આવશે
તો કાર્યવાહી
કરવામાં આવશે.
પાસાની ધમકી
આપીને ખાસ
ટાર્ગેટ
કરવામાં આવે
છે
વસ્ત્રાલકાંડની ઘટના
બાદ પોલીસ
કમિશનરે પાસા
અને તડીપાર
હેઠળ વઘુને
વઘુ કાર્યવાહી
કરવાની સૂચના
આપતા અમદાવાદના
કેટલાંક પોલીસ
અધિકારીઓએ તેમના
સ્ટાફની મદદથી
પાસાની સજાનો
ડર બતાવીને
રીતસરનો વેપલો
શરૂ કર્યો
છે. જેમાં
પાસાની સજાની
જોગવાઇ ન
કરવા માટે
તમામ સ્તરે
સેટીંગ ગોઠવીને
લાખોની આવક
શરૂ કરી
હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.