મૃતક માતા-પુત્રી ક્રિષ્ના રો-હાઉસ ભાડજનાં રહેવાસી
ટ્રાફિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
Updated: Dec 11th, 2023
અમદાવાદ, તા.12 નવેમ્બર-2023, સોમવાર
અમદાવાદમાં બેફામ ડમ્પરની અડફેટે માતા-પુત્રીને અડફેટે લેતા બંનેના મોત નિપજ્યા છે. આ ઘટના શહેરના હેબતપુર સમત્વ ચાર રસ્તા પાસે બની છે, જેમાં માતા અને પુત્રીનું ઘટનાસ્થળે જ મોત નિજ્યું છે. માતાની ઓળખ મલ્લિકા કિરણભાઈ ગોસ્વામી 40 વર્ષ અને બાળાની ઓળખ જાન્વી કિરણ ગોસ્વામી 7 વર્ષ થઈ છે. બેફામ ચાલતા મોતના ડમ્પર પર લગામ ક્યારે લાગશે?તે પણ એક મોટો યક્ષ પ્રશ્ન છે.
બંને ક્રિષ્ના રો-હાઉસ ભાડજનાં રહેવાસી હોવાનું સામે આવ્યું
બંને ક્રિષ્ના રો-હાઉસ ભાડજનાં રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ટ્રાફિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. માતા અને પુત્રી ટુ-વ્હિલર પર જઈ રહ્યા હતા ત્યારે કાળ બનીને આવેલા ડમ્પરે કચડી નાખ્યા હતા. બન્નેના મૃતદેહને પોસ્ટમાર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે.