લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે તે કહેવતને થયાર્થ કરતો કિસ્સો વટવા જીઆઇડીસી બન્યો છે. જેમાં અજાણી વ્યક્તિ યુવકને અવાર નવાર મેસેજ કરતો હતો કે યુએસડીટી ડોલર વેચવાના છે. જેથી યુવકે રૃા. ૧ લાખના ડોલર લેવાની વાત કરતા સાયબર ગઠિયાએ ઓનલાઇન રૃપિયા એક લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ ફોન બંધ કરી દીધો હતો. આ બનાવ અંગે વટવા જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વટવા જીઆઇડીસીમાં સાયબર ગઠિયો અવાર નવાર યુવકને મેસેજ કરીને ડોલર વેચવાનું કહતો હતો રૃપિયા મળ્યા બાદ મોબાઇલ સ્વીચ ઓફ કર્યો
વિંઝોલ ગામમાં રહેતા યુવકે વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યકિત સામે ફરિયાદ નોંધાવી છે કે તેમના મોબાઇલમાં મલ્ટીલેવલ માર્કેટ નામનું ગૃ્રપ છે તેમાંથી અજાણ્યા નંબરથી તેમને અવાર નવાર યુએસડીટી ડોલર વેચવા માટે મેસેજ આવતા હતા. પરંતું તેઓ કોઇ જવાબ આપતા ન હતા, તા. ૯ નવેમ્બરે ફરીથી મેસેજ આવ્યો હતો અને રૃા. ૫૦ હજારના યુએસડીટી ડોલર રૃપિયા ૮૬ માં વેચવાના છે.
જેથી યુવકે રૃા. ૧ લાખના ડોલર લેવાની ઉમેરવારી નોંધાવી હતી. જેમાં ભાવની વાતચીત થયા બાદ રૃપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું જેથી યુવકે રૃા. ૧ લાખ ટ્રાન્સફર કર્યા બાદ સાયબર ગઠિયાએ ફોન બંધ કરી દીધો હતો. જેથી ઠગાઇ થઇ હોવાની જાણ થતાં આ ઘટના અંગે યુવકે અજાણ્યા શખ્સ સામે વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.