Birth-Death Registration Fees Change: રાજય સરકાર દ્વારા ગેઝેટ પ્રસિદ્ધિ બાદ મ્યુનિ. હેલ્થ કમિટીમાં જન્મ અને મરણની નોંધ કરાવવાના દરોમાં સુધારો કરતી દરખાસ્ત મંજૂર મ્યુનિ. બોર્ડની મંજૂરીની અપેક્ષાએ મંજૂર કરી છે. જન્મ અને મરણની નોંધ કરાવવા અત્યાર સુધી બે રૂપિયા લેવાતા હતા. પરંતુ, હવે રૂપિયા વીસ ચૂકવવા પડશે. ત્રીસ દિવસથી એક વર્ષ સુધીમાં પાંચ રૂપિયા ચાર્જ વસૂલાતો હતો જેના માટે હવે 50 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવશે.
આ પણ વાંચોઃ જન્મ-મરણનો દાખલો કઢાવવો મોંઘો બન્યો, ગુજરાત સરકારે ફીમાં કર્યો 10 ગણો વધારો
ત્રીસ દિવસથી એક વર્ષ સુધીમાં નોંધણી કરાવવાનો ચાર્જ 50 રૂ.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર દ્વારા ગુજરાત બર્થ એન્ડ ડેથ રજીસ્ટ્રેશન એકટ-2018માં થયેલા સુધારા અનુસાર, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જન્મ-મરણ નોંધણી, રેકર્ડ ચકાસણી, નો-રેકર્ડ સર્ટિફિકેટ ઈશ્યૂ કરવાના દરમાં વધારો મંજૂર કરવામાં આવ્યો છે. જેમાં એકસાથે 1000 ટકાનો વધારો કરાયો છે.
આ પણ વાંચોઃ વૈકલ્પિક વ્યવસ્થા નહીં હોવાથી વિદ્યાર્થીઓને 10 કિ.મી.નો ફેરો
નોંધણી માટે કેટલો વધારો ચૂકવવાનો?