– એટીએસ અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું સંયુક્ત ઓપરેશન
– ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાની બોટ દ્વારા તામિલનાડુની સાદિક નામની બોટમાં સપ્લાય કરવાનો હતો : પીછો કરતા પાકિસ્તાનીઓ ડ્રગ્સ દરિયામાં ફેંકી ફરાર
અમદાવાદ,પોરબંદર : ગુજરાતના અરબ સાગર પાકિસ્તાનથી શ્રીલંકા અને દક્ષિણ ભારતના રાજ્યોમા ડ્રગ્સ સપ્લાયનો મુખ્ય રસ્તો છે.આ માર્ગથી ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા કરોડો રૂપિયાની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરાયું છે. ત્યારે સોમવારે વહેલી સવારે ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં પોરંબદરથી આંતરરાષ્ટ્રીય જળસીમા નજીક ૪૦૦ કિલો જેટલું ડ્ગ્સ લઇને જતી એક પાકિસ્તાની બોટનો પીછો કરતા પાકિસ્તાની બોટમાં રહેલા વ્યક્તિઓ દરિયામાં આશરે ૩૦૦ કિલો જેટલુ ડ્રગ્સ ફેંકી દીધું હતું અને બોટમાં પાકિસ્તાન તરફ ફરાર થઇ ગયા હતા.દરિયામાંથી જપ્ત કરાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે ૧૮૦૦ કરોડ રૂપિયા અંદાજવામાં આવી છે.