વેપારી બેંકમાં સ્લીપ ભરતા હતા, કાઉન્ટર ઉપરથી ગઠિયો રૃા. ૩૪ હજાર લઇ ગયો
માતાજીના આભૂષણ સહિત રૃા. ૫૭,૨૦૦ની મતાની ચોરી
Updated: Dec 31st, 2023
અમદાવાદ,રવિવાર
ખોખરામાં કપડાનો ધંધો કરતા વેપારી બેંકમાં રોકડા ૯૮ હજાર રૃપિયા જમા કરવવા માટે ગયા હતા. કેશ કાઉન્ટર ઉપર નોટોના બંડલ મુકીને રૃપિયા જમા કરવાની સ્લીપ ભરતા હતા દરમિયાન તેમની નજર ચૂકવીને ગઠિયો રૃા. ૩૪ હજાર રૃપિયા લઇને નાસી ગયો હતો, બીજા બનાવમાં અમરાઇવાડીમાં મેલડી માતાના મંદિરના તાળા તોડીને તસ્કરાએે બે ઘંટ અને માતાના દાગીના સહિત સહિત કુલ રૃા. ૫૭, ૨૦૦ની મતા ચોરી કરી હતી. આ બન્ને બનાવ અંગે પોલીસે ચોરીનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
અમરાવાડીમાં મેલડી માતાના મંદિરમાંથી બે ઘંટ અને માતાજીના આભૂષણ સહિત રૃા. ૫૭,૨૦૦ની મતાની ચોરી ઃ પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી
ખોખરામાં રહેતી મહિલાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી અને તેમની સાથે નોકરી કરતી મહિલા મેનેજર ગઇકાલે રોકડા ૯૮૦૦૦ આપીને બેંકમાં જમા કરાવવા ગયા હતા. બેંકમાં જઇને કેશ કાઉન્ટર ઉપર રૃપિયાનું બંડલ મૂકીને સ્લીપ ભરતા હતા. કેશિયરને સ્લીપ અને રોકડા રૃપિયા આપતા બેંકના કેશિયરે સ્લીપમાં લખેલી રકમ મુંજબ રૃપિયા નહીં હોવાથી પાછા આપ્યા હતા,જેથી બંને કર્મીઓ રોકડ રૃપિયા ગણ્યા તો ૯૮,૦૦૦ માંથી ૩૪,૦૦૦ રૃપિયા ઓછા નીકળ્યા હતા. ત્યારબાદ આસપાસમાં તપાસ કરી પરંતું રૃપિયા મળ્યા ન હતા. જેથી ખોખરા પોલીસે બેંકમાં આવીને તપાસ કરતા પણ રૃપિયા મળી આવ્યા ન હતા. જેથી આ બનાવ અંગે પોલીસે ચોરીનો ગુનો નોંધીને બેન્કના સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં અમરાઇવાડી વિસ્તારમાં સ્વસ્તિક ચાર રસ્તા પાસે નરસિંહનગરમાં રહેતા ઇશ્વરદાસ સાધુએ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે અમરાઇવાડીમાં નરસિંહનગરના ઝાપા પાસે આવેલા મેલડી માતાના મંદિરમાં ગઇકાલે મોડી રાતે અજાણી વ્યકિતએ મંદિરના દરવાજાનું તાળું તાડીને અંદર પ્રવેશ કર્યો હતો અને મંદિરમાંથી બે ઘંટ અને માતાની મૂર્તિ ઉપર પહેરાવેલા મુગટ તથા મંગળસુત્ર સહિત કુલ રૃા. ૫૭,૨૦૦ની મત્તાની ચોરી કરી હતી. આ બનાવ અંગે અમરાઇવાડી પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.