અમદાવાદ,સોમવાર
પૂવ વિસ્તારમાં સામાન્ય તકરારમાં ઘાતક હુમલાના બનાવો વધી રહ્યા છે, અમરાઇવાડીમાં રૃપિયાની લેતી દેતીમાં યુવક સાથે તકરાર કરીને પુત્રએ તલવારથી હુમલો કર્યો હતો બચવા માટે યુવક દોડી જતો હતો તો પિતાએ પકડી રાખતાં બીજા આરોપીએ ચાકુના ઘા મારીને યુવકને લોહી લુહાણ કર્યો હતો. આરોપીઓએ જતા જતા ધમકી આપી હતી કે તારા ભાઇને પણ મારીશું. આ બનાવ અંગે અમરાઇવાડી પોલીસે પિતા પુત્ર સહિત ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તલવાર મારતા યુવક ભાગ્યો તો પકડી રાખી ચાકુના ઘા માર્યા પછી ધમકી આપી આજે તો બચી ગયો જાનથી મારી નાંખવાનો હતો, હજુ તારા ભાઈને મારીશું
અમરાઇવાડીમાં રહેતા યુવકે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા પિતા પુત્ર સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે યુવક તા. ૨૨ના રોજ રાતે સોસાયટીના કોમન પ્લોટમાં બેઠેલો હતો ત્યારે આ સમયે પડોશમાં રહેતા યુવકે આવીને તારો ભાઇ મારી પાસે કેમ પૈસા માગે છે કહેતા યુવકે કહ્યું કે ઉછીના આપેલા છે તો પાછા તો આપવા જ પડશે.
તેમ કહેતા આરોપીએ ગાળો બોલીન તકરાર કરી હતી આરોપીએ યુવક ઉપર તલવારથી હુમલો કરીને માથા અને શરીર ઇજાઓ કરી હતી જેથી યુવક જીવ બચાવીને દોડતાં આરોપીના પિતાએ પકડી લીધો હતો અને બીજા શખ્સે ચાકુના ઘા મારીને લોહી લુહાણ કરતાં ગંભીર હાલતમાં યુવકને સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આરોપીઓએ જતા જતા ધમકી આપી હતી કે તારા ભાઇને પણ મારીશું. આ ઘટના અંગે અમરાઇવાડી પોલીસે પિતા પુત્ર સહિત ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.