અમદાવાદ,બુધવાર,20 નવેમ્બર,2024
સ્માર્ટસિટીની ઓળખ ધરાવતુ અમદાવાદ બીમાર સિટી બન્યુ છે.આવર્ષની
શરુઆતથી અત્યારસુધીમાંપાણીજન્ય અને મચ્છરજન્ય રોગના ૨૦ હજારથી પણ વધુ કેસ નોંધાયા છે.
દક્ષિણ ઝોનમાં ઝાડા ઉલટીના સૌથી વધુ ૩૧૫૨ કેસ નોંધાયા છે.ઉત્તરઝોનમાં આવેલા સરસપુર-રખિયાલ
વોર્ડમાં ઝાડા ઉલટીના ૮૫૦ તથા દક્ષિણઝોનના બહેરામપુરા વોર્ડમાં ૭૭૯ કેસ નોંધાયા છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનની બોર્ડ બેઠકમાં ઝીરો અવર્સની
ચર્ચામાં વિપક્ષનેતાએ કહયુ,શહેરના
સર્વાંગી વિકાસની વાતો વહીવટીતંત્ર અને સત્તાધારી પક્ષ તરફથી અવારનવાર કરવામા આવે
છે.પરંતુ વાસ્તવિકતા એ છે કે શહેરીજનોને એક સમય પીવાનુ ચોખ્ખુ પાણી પણ મ્યુનિસિપલ
કોર્પોરેશન પુરુ પાડી શકતુ નથી. આ કારણે શહેરના અનેક વોર્ડ વિસ્તારમા રહેતા લોકો
પ્રદૂષિત પાણી પી વિવિધ બીમારીનો ભોગ બની રહયા છે.આ તબકકે શાસકપક્ષ તરફથી કોઈ દલીલ
કરવા કે જવાબ આપી શકવાની સ્થિતિમાં નહતુ.મચ્છરજન્ય એવા ડેન્ગ્યૂના સૌથી વધુ ૧૧૬
કેસ ગોતા વોર્ડમાં નોંધાવા પામ્યા છે.
વોર્ડ-ઝોન કક્ષાએ
ઝાડા ઉલટીના કેસની સ્થિતિ
વોર્ડ કેસ
સરસપુર ૮૫૦
બહેરામપુરા ૮૨૭
ગોમતીપુર ૭૭૯
ગોમતીપુર ૭૭૯
દક્ષિણઝોન ૩૧૫૨
પૂર્વઝોન ૨૨૪૨
ઉત્તરઝોન ૧૯૮૬
વોર્ડ-ઝોન કક્ષાએ
કમળાના કેસની સ્થિતિ
વોર્ડ કેસ
બહેરામપુરા ૨૪૪
સરસપુર ૧૭૮
દાણીલીમડા ૧૭૬
દક્ષિણઝોન ૮૭૭
ઉત્તરઝોન ૫૩૭
પૂર્વઝોન ૪૯૮
વોર્ડ-ઝોન કક્ષાએ
ટાઈફોઈડના કેસની સ્થિતિ
વોર્ડ કેસ
વટવા ૪૭૧
ગોમતીપુર ૪૫૩
બહેરામપુરા ૪૦૫
દક્ષિણઝોન ૧૬૫૮
પૂર્વઝોન ૧૩૮૨
ઉત્તરઝોન ૭૫૨
વોર્ડ-ઝોન કક્ષાએ
કોલેરાના કેસની સ્થિતિ
વોર્ડ કેસ
અમરાઈવાડી ૨૬
વટવા ૨૨
લાંભા ૨૧
દક્ષિણઝોન ૧૦૬
પૂર્વઝોન ૬૩
૨૦૨૪માં કયા રોગના કેટલાં કેસ
રોગ કેસ
ઝાડા ઉલટી ૯૪૭૮
કમળો ૨૭૫૩
ટાઈફોઈડ ૪૮૧૬
કોલેરા ૧૯૯
મેલેરિયા ૭૮૦
ઝેરી મેલેરિયા ૧૧૧
ડેન્ગ્યૂ ૨૦૭૮
ચિકનગુનિયા ૨૦૮
કુલ ૨૦૪૨૩