અમદાવાદ, શુક્રવાર
મણિનગર ઝઘડીયા બ્રિજ ઉપર ચાર મહિના પહેલા રાત્રીના સમયે અજાણ્યા વાહન ચાલકની ટક્કરથી ટુલ્હીલર ચાલક યુવકને બ્રેન હેમરેજ થયું હતું. જેથી ડોક્ટરે હેમરેજનું ઓપરેશન કર્યા બાદ બ્રેનડેડ થતા યુવકનું મોત નીપજ્યું હતું. મૃતકના પરિવારજનોએ તેમના અંગોનું દાન કર્યું હતું. આ બનાવ અંગે ટ્રાફિક જે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નાંેધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ શરુ કરી છે.
અકસ્માતથી માથામાં ગંભીર ઇજા થતાં નાક કાનમાંથી લોહી નીકળ્યા બાદ અર્ધ બેભાન થયા બાદ તબિયત વધારે બગડી
ભાવનગરના અને હાલ રખિયાલમાં રહેતા ૩૦ વર્ષીય યુવક પાંચ કુવા ખાતે આવેલ એક પ્લાસ્ટિકની કંપનીમાં નોકરી કરતા હતા. ગત ૨૦-૦૮-૨૪ના રોજ રાત્રીના સમયે ટુવ્હીલર લઈને મણિનગર ઝગડીયા બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારી હતી. જેના કારણે રસ્તા પર પટકાતા યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા.
જ્યાં સારવાર દરમિયાન ડોક્ટરે તેમને હેમરેજ હોવાનું જણાવ્યું હતું અને તેમનું ઓપરેશન કર્યા બાદ તેમને બ્રેનડેડ થતાં પરિવારના સભ્યો દ્વારા તેમનું અંગોનું દાન કરાવી અંતિમ વિધી કરાવી હતી. આ અંગે ટ્રાફિક જે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.