અમદાવાદ,ગુરુવાર,2 જાન્યુ,2024
બોટાદ રેલવે લાઈન ક્રોસીંગ નંબર-૨૪ ઉપર રૃપિયા ૮૦ કરોડના
ખર્ચથી તૈયાર થઈ રહેલા રેલવે ઓવરબ્રિજની ૮૫ ટકા કામગીરી પુરી કરી લેવાઈ છે.મે અંત
સુધીમાં આ બ્રિજની કામગીરી પુરી થવાની સંભાવના છે. મકરબા,વેજલપુર અને સરખેજના દોઢ લાખથી વધુ લોકોને ટ્રાફિકની
સમસ્યાથી રાહત મળશે.
ટોરેન્ટ પાવર મકરબાથી કોર્પોરેટ રોડ-એસ.જી.હાઈવેને કનેકટ
થતા ૪૦ મીટરના રસ્તા ઉપર રૃપિયા ૮૦.૬૩
કરોડના ખર્ચથી રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે.બ્રિજની લંબાઈ ૬૩૬.૮૯૫
મીટર તથા પહોળાઈ એપ્રોચ પોર્શનમાં ૧૬.૪૦૦ મીટર તથા રેલવે પોર્શનમાં પહોળાઈ ૨૭.૦૪૦
મીટર રાખવામાં આવી છે.રેલવે પોર્શનમાં ૩૩ ટકા કામગીરી પુરી કરવામાં આવી છે.બ્રિજ
પોર્શનમાં ૧૩ પૈકી ૧૨ સ્પાનની કામગીરી પુરી કરવામાં આવી છે.સ્ટેન્ડિંગ કમિટી
ચેરમેન દેવાંગ દાણીએકહયુ,બ્રિજના
રેલવે પોર્શનમાં ૧૨ નંગ એડજોઈનીંગ સ્પાન ગર્ડર કાસ્ટીંગની કામગીરી પુરી કરવામાં
આવી છે.૧૨ નંગ સ્ટીલ ગર્ડરના ફેબ્રીકેશનની
કામગીરી પુરી કરવામાં આવી છે.પલ્લવ બ્રિજની કામગીરી પણ માર્ચ અંત સુધીમાં
પુરી થવા અંગે તેમણે સંભાવના વ્યકત કરી હતી.