Road Accident In Ahmedabad: અમદાવાદના ધંધુકામાં રાયકા ગામ નજીક બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે બે લોકોઓ ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાની માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, ધંધુકા-રાયકા હાઈવે પર બ્રેઝા અને અલ્ટો કાર વચ્ચે થયેલી ટક્કરમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા છે. આ અકસ્માતની જાણ થતાં તરત જ 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે ધંધુકાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એક ઈજાગ્રસ્તની સ્થિતિ ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે ભાવનગર રેફર કરવામાં આવ્યા છે. ધંધુકા પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લીધી છે. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.