Gujarat Police Special Campaign: વોટ્સએપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામમાં અનેક લોકો હથિયારો સાથે વીડિયો પોસ્ટ કરનારા લોકો વિરુદ્ધ આકરી કાર્યવાહી કરાશે. આ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વિશેષ એક્શન પ્લાન તૈયાર કરાયો છે. આ ઉપરાંત એક વોટ્સએપ નંબર પણ જાહેર કરાયો છે. જેમાં સોશિયલ મીડિયામાં વાયરલ વાંધાજનક વીડિયો અંગે પોલીસને માહિતી આપી શકાશે.
અસામાજિક તત્ત્વોની હવે ખેર નથી!
સોશિયલ મિડીયામાં હાલ ખૂબ અનેક વાંધાજનક રીલ્સ અને પોસ્ટ મુકવામાં આવે છે. જેમાં તલવાર, બંદૂક કે અન્ય ઘાતક હથિયાર બતાવવામાં આવે છે. જ્યારે તલવારથી કેક કાપવી, ભયનો માહોલ ફેલાઈ તેવી રીતે વાહન ચલાવીને રીલ બનાવીને પોસ્ટ કરવા જેવી બાબતો સામે આવી છે.સામાન્ય રીતે અમદાવાદ સાયબર ક્રાઇમની સોશિયલ મીડિયા મોનીટરીંગ સેલની ટીમ આ પ્રકારની પોસ્ટ પર સતત વોચ રાખીને કાર્યવાહી કરે છે. પરંતુ હવે અમદાવાદ કે અન્ય શહેરોના સ્થાનિક લોકો પણ પોલીસને આ બાબતે માહિતી પહોંચતી કરે તે માટે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 6359625365 વોટ્સએપ નંબર જાહેર કર્યો છે. જેમા રીલ્સ કે પોસ્ટની સાથેની વિગતો આપવીની રહેશે. જેથી પોલીસ દ્વારા ત્વરીત કાર્યવાહી થઈ શકે.
આ પણ વાંચો: ગુજરાતમાં વાહનોની સંખ્યા 3.36 કરોડ: એક લાખની વસ્તી સામે વાહનની સંખ્યા 45437 પહોંચી
ઉલ્લેખનીય છે કે, રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલના સીસીટીવી ફુટેજ યુટ્યુબમાં વાયરલ થવાનો મામલો સામે આવતા પોલીસ તંત્ર વધુ સંતર્ક થયું છે અને તે અનુસંધાનમાં અમદાવાદ ક્રાઈમબ્રાંચ દ્વારા આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.