અમદાવાદ,શનિવાર
નરોડા મેમ્કો વિસ્તારમાં મહિલાના ઘરે ચાવી બનાવવા આવેલા આરોપી મહિલાની નજર ચૂકવીને તિજોરીમાં રૃા.૧૦ હજારની કિંમતની સોનાની બુટ્ટી લઇ ગયા હતા. ચાવી બનાવવા વાળા મજૂરી ૧૫૦ લીધી હતી બે દિવસ પછી ચોરીની ખબર પડી હતી. આ બનાવ અંગે શહેરકોટડા પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ શરુ કરી છે.
ચાવીના રૃા. ૧૫૦ આપ્યા લીધા હતા ઃ૧૦ મીનીટમામં ચાવી બનાવીને રવાના થયા, બે દિવસ પછી બુટ્ટીની શોધખોળ કરી ત્યારે ખબર પડી કે ૧૦ હજારની મતા લઇ ગયા
નરોડા વિસ્તારમાં મેમ્કો પાસે રહેતી મહિલાએ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે તારીખ ૯ના રોજ તેઓ ઘરે હાજર હતા ત્યારે આરોપીઓ ચાલીના નાકે તિજોરીની ચાવી બનાવી આપવાની બુમો પાડતાં હતા.
જેથી મહિલાએ તેઓને બોલાવ્યા હતા અને ચાવી બનાવવાની વાત કરી હતી આરોપીએ મજૂરી રૃા. ૧૫૦ નક્કી કરી હતી અને મહિલા ઘરમાં હાજર હતી ત્યારે ચાવી બનાવીને દસ મીનીટમાં જતા રહ્યા હતા. જો કે બે દિવસ પછી તિજોરીમાંથી ચોરી થઇ હોવાની જાણ થઇ હતી. આ ઘટના અંગે શહેરકોટડા પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ શરુ કરી છે.