બદનામ કરવાના ઇરાદે સોશિયલ મિડિયામાં ફોટા અને ગાળો લખી
ઇન્સ્ટાગ્રામ આઇ.ડી બ્લોક કરતા સાઇબર રોમિયોએ બીજુ આઇડી બનાવી રિકવેસ્ટ મોકલી
Updated: Dec 8th, 2023
અમદાવાદ,શુક્રવાર
સાઇબર ગઠિયા બાદ હવે સાઇબર રોમિયોનો ત્રાસ વધતો જાય છે. ઇન્સ્ટાગ્રામ ઉપર યુવતી અને તેની સહેલીના ફોટા નીચે કોલગર્લ લખ્યા બાદ બિભત્સ ગાળો લખીને પોસ્ટ કરી હતી યુવતીને મિત્ર વર્તુળ દ્વારા જાણ થતાં યુવતીએ ઇસ્ટાગ્રામ આઇ.ડી. બોલ્ક કરી કરી દીધું હતું. બાદમાં અજાણી વ્યક્તિએ બીજી આઇડી બનાવીને ફરીથી આવી જ હરકતો કરી હતી. આ બનાવ અંગે સાઇબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
યુવતીએ ઇન્સ્ટાગ્રામ આઇ.ડી બ્લોક કરતા સાઇબર રોમિયોએ બીજુ આઇડી બનાવી રિકવેસ્ટ મોકલી ઃ સાઇબર ક્રાઇમે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી
કોલેજમાં અભ્યાસ કરતી યુવતીએ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. ધારક સામે ફરિયાદ નોંધાવી છે કે યુવતી કોલેજમાં મિત્રો સાથે હાજર હતી ત્યારે તેની સહેલીએ જાણ કરી હતી કે અજાણ્યા ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. ધારકે તેને લિન્ક મોકલી ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી.
જે ખોલીને જોતા ફરિયાદી યુવતી અને તેની સહેલીના ફોટા મુકેલા હતા અને આ ઇન્ટાગ્રામ આઈના હાઇલાઇટ સ્ટોરીમાં મુકેલા હતા, એટલું જ નહી બન્ને યુવતીના ફાટો નીચે તેમના મોબાઇલ નંબર નીચે કોલ ગર્લ્સ તરીકે દર્શાવ્યું હતું. જેના કારણે લોકોના ફોન આવતા થઇ ગયા હતા. કોઇક અજાણી વ્યક્તિએ આ હરકત કરીને યુવતીને હેરાન પરેશાન કરી બાદનામ કરવાના ઇરાદે પોસ્ટ કરી હતી. આ બનાવ અંગે સાઇબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.