અમદાવાદ,રવિવાર
શહેરના કોટ વિસ્તારમાં અસામાજિક તત્વો ધાક જમાવવા લૂખ્ખાગીરી કરીને નિર્દોષ લોકો સાથે મારા મારી કરીને ઘાતક હુમલા કરી રહ્યા છે. ગઇકાલે મોડી રાતે ચંડોળા તળાવ પાસે રહેતો યુવક રિક્ષા લઇને ત્યાં હાજર હતો ત્યારે બે લોકોએ આવીને રૃા. ૫૦૦ની માંગણી કરી હતી. યુવકે રૃપિયા આપવાનો ઇન્કાર કરતાં ચાકુના ઘા મારીને લોહી લુહાણ કર્યા હતો. આ બનાવ અંગે કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
ગીતા મંદિર બસ સ્ટેન્ડ પાસે તકરાર કર્યા બાદ યુવક ઘરે જવા રિક્ષામાં બેઠો તો આરોપીએ કમરમાં ચાકુના ઘા મારતા યુવક એલ.જી.હોસ્પિટલમાં સારવાર હેઠળ
દાણીલીમડા વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવીને પરિવારનું ચલાવતા યુવકે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં આસ્ટોડિયા દરવાજા પાસે રહેતા બે લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે શનિવારે રાતે ૧૧.૩૦ વાગે ગીતા મંદિર બસ સ્ટેન્ડ પાસે હાજર હતો ત્યારે બન્ને આરોપી તેની પાસે આવ્યા હતા અને રૃા. ૫૦૦ની માંગણી કરી હતી.
યુવકે રૃપિયા આપવાનો ઇન્કાર કરતાં તેની સાથે તકરાર કરી હતી આ સમયે યુવક રિક્ષામાં બેસીને ઘરે જતો હતો જ્યાં આરોપીઓએ આવીને મારા મારી કરી હતી અને રિયાઝે કમરમાં ચાકુના ઘા મારતાં યુવક લોહી લુહાણ થયો હતો બુમાબુમા થતાં લોકો ભેગા થયા હતા આ સમયે આરોપીઓ ભાગી ગયા હતા. ગંભીર રીતે ઘાયલ યુવકને સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગેકાગડાપીઠ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.