અમદાવાદ,મંગળવાર,25 માર્ચ,2025
માણેકચોક વિસ્તારમાં આવેલી ઘાંચીની પોળમાં સોમવારે ત્રણ
માળનુ મકાન ધરાશાયી થયુ હતુ. મકાન ધરાશાયી થયુ એની નજીકમાં એક ડેવલપર દ્વારા
બાંધકામ કરવા ખાડા કરાયા હતા. આ ડેવલપરને મ્યુનિ.તંત્રે બાંધકામ માટે આપેલી રજા
ચિઠ્ઠી તથા ઈજનેરનુ લાયસન્સ રદ કરવામાં આવશે.
ઘાંચીની પોળમાં ૮૦ વર્ષ જુનુ જર્જરીત મકાન ધરાશાયી થતા બે
લોકો ઈજાગ્રસ્ત થવાની સાથે કુલ પાંચ લોકોને ફાયર વિભાગે કાટમાળમાંથી બહાર કાઢયા
હતા. મ્યુનિ.એસ્ટેટ વિભાગની મંગળવારે મળેલી કમિટી બેઠકમાં આ મામલે થયેલી ચર્ચામાં
ધરાશાયી થયેલા મકાનની નજીકના અંતરે ડેવલપર દ્વારા બાંધકામ કરવા ખાડા ખોદયા હોવાથી
જર્જરીત મકાન નમી પડતા ધરાશાયી થયુ હોવાની વિગત બહાર આવતા બાંધકામની રજા ચિઠ્ઠી રદ
કરવા તથા ઈજનેરનું લાયસન્સ રદ કરવાની કમિટીમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને સુચના
અપાઈ હતી.