અમદાવાદ, રવિવાર
અમદાવાદમાં સ્પા અને મસાજના ગોરખધંધા પોલીસની સંડોવણીને કારણે બધુ જ બેરોકટોક રીતે ચાલે છે. જેમાં મસાજના નામે એક્સ્ટ્રા સર્વિસનું કામ ચાલે છે. સોશિયલ મિડીયામાં એક વિડીયો વાયરલ થયો છે. જેમાં મસાજ કરતી નોર્થ ઇસ્ટની યુવતી અને ગ્રાહક વચ્ચે ચોંકાવનારો સંવાંદ સામે આવ્યો છે. જેમાં યુવતી મસાજ નહી પણ અન્ય એકસ્ટ્રા સર્વિસ ઓફર કરે છે. એટલું જ નહી પ્રોટેક્શન માટે કોન્ડમ પણ લાવે છે.
આ સમયે યુવક યુવતીને કહે છે કે મારે સંબધ નથી બાંધવો પોલીસ આવશે તો લોચા થશે. ત્યારે યુવતી કહે છે કે બહાર કાઉન્ટર શેઠ પોતે બેઠા છે. જેથી પોલીસ આવશે જ નહી. તમે ચિંતા ન કરો. પેમેન્ટ મને આપી દેજો.. આ વાતચીત બાદ વિડીયો બંધ થાય છે. પરંતુ, વિડીયોમાં સ્પાના કાઉન્ટર પર બેઠેલા મેનેજર અને શેઠ પણ દેખાઇ આવે છે.
બીજી તરફ યુવતી વિડીયોમાં એમ પણ કહે છે કે અમને પગાર નથી મળતો પણ એકસ્ટ્રા કામ કરીને અમારે કમિશન આપી દેવાનું…શેઠને ખાલી કંમિશન પર જ સારી આવક થાય છે. સુત્રોના જણાવ્યા મુજબ આ વિડીયો શાહીબાગમાં આવેલા એડવાન્સ બિઝનેસ પાર્કમાં આવેલા ટાઇટન સ્પાનો કે અન્ય સ્પાનો હોવાનું જાણવા મળ્યું છે. જે વાયરલ વિડીયોના આધારે તપાસ શરૂ કરવામાં આવી રહ્યાનું જાણવા મળ્યું છે