landslide in Ahmedabad: અમદાવાદના નિકોલ વિસ્તારમાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. નિકોલ વિસ્તારમાં તૈયાર થઇ રહેલી કન્ટ્રક્શન સાઇડ પર ભેખડી ભસી પડતાં બે મજૂરો દટાયા છે. બંને મજૂરને બહાર કાઢી લેવામાં આવ્યો છે. જ્યારે અન્ય એક શ્રમિકનું મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને રેસ્ક્યૂ કામગીરી કરી શરૂ હતી. હાલમાં બંને શ્રમિકોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને તેમની સારવાર ચાલી રહી છે.
ફાયર વિભાગના કર્મચારીના જણાવ્યા અનુસાર કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે નિકોલ-વિરાટનગર રોડ પર આવેલા મનમોહન પાર્ક નજીક તૈયાર થઇ રહેલી બિલ્ડીંગના ખોદકામ દરમિયાન ભેખડ ધસી પડી હતી. જેમાં કેટલાક દટાયા હોવાનું જાણવા મળતાં ફાયરબ્રિગેડ બે ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂ ઓપરેશન કરી દટાયેલા બે શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ સભાન અવસ્થા છે. તાત્કાલિક તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને તેની સારવાર ચાલી રહી છે.
ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ દરમિયાન તપાસ કરતાં પોલીસને જાણવા મળ્યું હતું કે ઘટનાસ્થળે કોઇ જવાબદાર વ્યક્તિ હાજર ન હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.