Ahmedabad Flower Show Entry Fee : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે રિવરફ્રન્ટ ખાતે ભવ્ય ફ્લાવર શૉનું આયોજન કરવામાં આવે છે. જાન્યુઆરીમાં યોજાતા ફ્લાવર શૉમાં લાખોની સંખ્યામાં લોકો વિવિધ ફૂલોની મહેક અને સુંદરતાને નિહાળવા માટે આવે છે. આ વખતે AMC દ્વારા ફ્લાવર શૉની એન્ટ્રી ફીમાં વધારો કરાયો હોવાની જાણકારી મળી રહી છે.
ફ્લાવર શૉની એન્ટ્રી ફી વધારો
અમદાવાદ ખાતે આગામી મહિનામાં યોજાતા ફ્લાવર શૉની એન્ટ્રી ફી AMC દ્વારા બમણી કરવામાં આવી હોવાની જાણકારી મળી છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફ્લાવર શૉની એન્ટ્રી માટે સોમવારથી શુક્રવાર દરમિયાન રૂ. 70 અને શનિવાર-રવિવારે 100 રૂપિયા એન્ટ્રી ફી લેવાની તૈયારીમાં છે. આ ઉપરાંત, AMC હેઠળની શાળાઓના બાળકોને ફ્રીમાં એન્ટ્રી રાખવામાં આવી છે, જ્યારે અન્ય શાલાના બાળકોને 10 રૂપિયા ટિકિટ છે.
આ પણ વાંચો: GUJCET પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર, આવી રીતે ઓનલાઈન ભરી શકાશે ફોર્મ
ફ્લાવર શૉને ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન
જ્યારે ગત વર્ષની વાત કરીએ તો, ફ્લાવર શૉની એન્ટ્રી ફીમાં સોમવારથી શુક્રવારમાં રૂ.50 અને શનિવાર-રવિવારે 75 રૂપિયા એન્ટ્રી ફી હતી. ગત વર્ષે યોજાયેલા ફ્લાવર શૉને ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. જેમાં AMCના મેયરને તેનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.