અમદાવાદ,બુધવાર
પોલીસથી બચવા સોલામાં રહેતા એક સ્થાનિક બુટલેગરે તેની કારમાં દરવાજા અને ડીપરની લાઇટમાં ખાસ ખાના બનાવીને દારૂ સપ્લાય શરૂ કર્યાની બાતમીને આધારે બોડકદેવ પોલીસે તેને ઝડપીને દારૂ અને બિયરનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે તે રાજસ્થાનથી દારૂની નિયમિત રીતે ખેપ લગાવતો હતો. શહેરના થલતેજ વિસ્તારમાં બુધવારે બોડકદેવ પોલીસ સ્ટેશનના પીઆઇ એ એસ પટેલ અને તેમનો સ્ટાફ ઝાયડસ ચાર રસ્તા પાસે પેટેલીંગમાં હતા ત્યારે એક સફેદ રંગની સ્ક્રોપિયો કાર લઇને જતા મનુ નિનામા નામા વ્યક્તિને શંકાને આધારે રોકીને તપાસ કરી હતી.
પરંતુ, કારમાં કોઇ વાંધાજનક ચીજવસ્તુ મળી નહોતી. પરંતુ, તેના દરવાજામાં શંકા જતા પોલીસે તપાસ કરતા શંકા જતા તેણે તપાસ કરી હતી. જેમાં છુપાવેલી દારૂની બોટલો મળી આવી હતી. બાદમા ંતપાસ કરતા હેડલાઇટમાં બનાવેલા ખાનામાંથી પણ દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. આમ કુલ ૪૦૦ બોટલ વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કરાયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતુ કે દારૂની હેરફેર કરવા માટે કારમાં ખાસ મોડીફિકેશન કરવામાં આવ્યું હતું અને અનેક વાર રાજસ્થાનથી દારૂની ખેપ લગાવવામા ંઆવી હતી. આ અંગે બોડકદેવ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.