Ahmedabad Railway Station : અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 3 પર સીસી એપ્રોન રિપેરિંગની કામગીરીને પગલે આગામી 30 દિવસ માટે પશ્ચિમ રેલવેની પેસેન્જર-મેમૂ ટ્રેનો રદ-આંશિક રદ કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, વડોદરા આણંદને અસર કરતી પાંચ ટ્રેનો રદ-આંશિક રદ કરવામાં આવી છે. ટ્રેન સંબંધિત વધુ જાણકારી www.enquiry.indianrail.gov.in પરથી મેળવી શકાશે.
આ પણ વાંચો: ગુજરાતમાં પડશે હાડ થીજવતી ઠંડી, જાણો કયા જિલ્લામાં હવામાન વિભાગે જાહેર કર્યું યલો ઍલર્ટ
રદ અને આંશિક રદ ટ્રેનોની વિગત
1. અમદાવાદ-આણંદ મેમૂ, ટ્રેન નંબર 09274, 13 ડિસેમ્બર 2024થી 11 જાન્યુઆરી 2025 સુધી રદ રહેશે.
2. વડોદરા-અમદાવાદ મેમૂ, ટ્રેન નંબર 09327, આણંદ અને અમદાવાદ વચ્ચે 13 ડિસેમ્બર 2024થી 11 જાન્યુઆરી 2025 સુધી આંશિક રદ રહેશે.
3. અમદાવાદ-વડોદરા મેમૂ, ટ્રેન નંબર 09316, અમદાવાદ અને આણંદ વચ્ચે 14 ડિસેમ્બર 2024થી 12 જાન્યુઆરી 2025 સુધી આંશિક રદ રહેશે.
4. વડોદરા-અમદાવાદ મેમૂ, ટ્રેન નંબર 09315, આણંદ અને અમદાવાદ વચ્ચે 13 ડિસેમ્બર 2024થી 11 જાન્યુઆરી 2025 સુધી આંશિક રદ રહેશે.
5. વડોદરા-અમદાવાદ ઈન્ટરસિટી, ટ્રેન નંબર 19035, વટવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા આ ટ્રેન વટવા-અમદાવાદ વચ્ચે 13 ડિસેમ્બર 2024થી 11 જાન્યુઆરી 2025 સુધી આંશિક રદ રહેશે.