Ahmedabad News : રાજ્યમાં અમદાવાદ શહેરમાં રોડ-રસ્તા, ગટર સહિતની કામગીરી ચાલતી રહેતી હોય છે, ત્યારે મુંબઈ-અમદાવાદ વચ્ચેની ભારતની પ્રથમ બુલેટ ટ્રેનનું કામ શરૂ હોવાથી શહેરમાં ગત 18 ફેબ્રુઆરી મણિનગર સ્થિત નાથાલાલ ઝઘડા રેલવે ઓવરબ્રિજ આગામી અઠવાડિયા સુધી બંધ કરાયો. જ્યારે અમદાવાદમાં વધુ એક બ્રિજ પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. બીજી તરફ, શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેને લઈને પોલીસે વૈકલ્પિક રૂટ જાહેરાત કર્યો.
શહેરમાં બે બ્રિજ પર વાહન વ્યવહાર બંધ
અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરીને ધ્યાનમાં રાખીને શહેરના બે બ્રિજને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. જેમાં ખોખરા-મણિનગર સ્થિત નાથાલાલ ઝઘડા રેલવે ઓવરબ્રિજ આગામી 28 ફેબ્રુઆરી, 2025 સુધી બંધ રહેશે. જ્યારે અસારવા બ્રિજ આજે 22 ફેબ્રુઆરીથી એક મહિના સુધી બંધ રહેશે.
અમદાવાદના અનેક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા જોવા મળતી હોય છે, ત્યારે મુંબઈ-અમદાવાદ વચ્ચે શરૂ થનારી ભારતની પ્રથમ બુલેટ ટ્રેનની કામગીરીને લઈને શહેરના બે બ્રિજ બંધ કરવામાં આવ્યા છે. આ દરમિયાન શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેને લઈને પોલીસ દ્વારા વૈકલ્પિક રૂટની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મણિનગર રેલવે ક્રોસિંગ અને અનુપમ બ્રિજ પરથી વાહન ચાલકો અવર જવર કરી શકશે.