અમદાવાદ,શુક્રવાર,15 નવેમ્બર,2024
અમદાવાદમાં એરપોર્ટ સર્કલથી ઈન્દિરાબ્રિજ સર્કલસુધી આઈકોનીક
રોડ બનાવામાં આવ્યો છે. આઈકોનીક રોડ બનાવવા મ્યુનિ.તંત્રે રોડલાઈન અમલ માટે
સંપાદીત કરેલી જગ્યાના અસરગ્રસ્તોને
રુપિયા ૪.૫૧ કરોડના ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઈટસ ચૂકવવા સ્ટેન્ડિંગ
કમિટીએ મંજૂરી આપી છે.રોડલાઈનના અમલ માટે સંપાદીત કરવામાં જગ્યા પૈકી મોટાભાગની
સરકારની માલિકી કે સહમાલિકીની છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એરપોર્ટ સર્કલથી
ઈન્દિરાબ્રિજ સર્કલ સુધી રુપિયા દસ કરોડથી વધુના ખર્ચથી આઈકોનીક રોડ બનાવવામાં
આવ્યો હતો. આઈકોનીક રોડ બનાવતા પહેલાં રોડલાઈનના અમલ દરમિયાન કપાતમાં આવતી મિલકતો
સંપાદીત કરવામાં આવી હતી.સમગ્ર રોડલાઈનમાં ચૂકવવામાં થતા વળતર અંગે વેલ્યુઅર
દ્વારા વળતરની અંદાજે રુપિયા ૧૦.૩૫ કરોડથી વધુ રકમ ચૂકવવાની થવાનો અંદાજ મુકયો
હતો.સર્વે નંબર-૩૭૫ વાળી જગ્યાએ ૩૯૭ ચોરસમીટર જગ્યા માટે ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ
રાઈટસનો લાભ લેવામાં આવતા રુપિયા ૨.૭૩ કરોડની રકમ ચૂકવવાની રહેશે નહીં.બિન
પરવાનગીવાળા બાંધકામની જગ્યા માટે કે જેની કુલ ૩૮૦.૧૪ ચોરસ મીટર જમીન સંપાદન
કરવામાં આવી હતી.તેના વળતરપેટે પ્રતિ ચોરસમીટર રુપિયા ૮૧,૫૦૦ લેખે રુપિયા
૩.૦૯ કરોડ હાલ ચૂકવવાના થશે નહીં.આમ કુલ રુપિયા ૪.૫૧ કરોડનુ વળતર ચૂકવવાનું
થશે.સિટી સર્વે ખાતાની નિતી મુજબ,
આખેઆખા મહેસૂલી નંબર એટલે કે જે તે સિટી સર્વે નંબરની રોડલાઈનમાં સંપાદન થયેલ
જગ્યા અંગે મળવાપાત્ર કોઈએક લાભ એટલે કે એફ.એસ.આઈ. અથવા ટી.ડી.આર.નો વિકલ્પ
અસરગ્રસ્તોને આપવાનો થાય.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીના કહેવા પ્રમાણે,અસરગ્રસ્તોને
ટી.ડી.આર.ચૂકવવા કમિટીમાં નિર્ણય કરવામાં આવ્યો છે.